Western Times News

Gujarati News

કોરોના વાયરસને કારણે તમિલનાડુ દેશનું ચોથું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

Files Photo

ચેન્નાઇ: કોરોના વાયરસને કારણે તમિલનાડુ દેશનું ચોથું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. અહીં સુધીમાં ૨૦ લાખથી વધુ કેસ નોંધાયા છે. અહીં ગઇ કાલે ૩૧,૦૭૯ નવા કોરોના દર્દીઓ મળ્યા છે, એક દિવસ દરમિયાન પ્રાપ્ત દર્દીઓની દ્રષ્ટિએ આ સંખ્યા રાજ્યમાં સૌથી વધુ છે. તમિલનાડુમાં દરરોજ ૧.૭૦ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જાે તેનું વિશ્લેષણ કરવામાં આવે તો, દર ૧૦ લાખ વસ્તીમાં ૨૬,૫૫૦ લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે. હાલમાં, સક્રિય દર્દીઓની સંખ્યા ૩,૧૨,૩૮૬ છે. આ સિવાય ૨૨,૭૭૫ લોકોનાં મોત થયાં છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૨૦,૦૯,૭૦૦ પર પહોંચી ગઈ છે. ૧૦ લાખથી વધુ સંક્રિય મામલાવાળા રાજ્યોની યાદીમાં તમિલનાડુ ચોથા નંબરે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં વધુ ચેપના કેસ નોંધાયા છે. તમિલનાડુ સરકારનો દાવો છે કે તેના ૨૦ લાખ ચેપગ્રસ્ત લોકોમાંથી ૧૬,૭૪,૫૩૯ રિકવર થયા છે. વાયરસ સામે રક્ષણ માટે સરકાર રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે.

રાજ્ય સરકારે ચેપના કેસને નિયંત્રિત કરવા માટે ૭ જૂન સુધી લોકડાઉન વધાર્યું છે. તમિલનાડુમાં હવે ૭ જૂને સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. જાે કે, આ સમય દરમિયાન સરકારે લોકડાઉનમાં થોડી છૂટછાટ પણ આપી છે. લોકડાઉનનો આદેશ જારી કરતાં એમ.કે. સ્ટાલિનની આગેવાનીવાળી રાજ્ય સરકારે કહ્યું કે, “આ દિવસોમાં સરકારી વિભાગો, સ્થાનિક કરિયાણાની દુકાન અને વાહનો દ્વારા રોજિંદા માલની સપ્લાય ચાલુ રહેશે.” લોકોને સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કરિયાણાની ખરીદી અને વેચાણ માટે છૂટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, તેમણે તમામ સહકારી અને ગ્રાહક સુરક્ષા વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે જૂન મહિના માટે દરેક રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાન દ્વારા ૧૩ આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.