Western Times News

Gujarati News

ગરીબોને નોકરીની લાલચ આપનાર દાહોદની “ઠગ ટોળકી” સામે શામળાજીમાં ફરિયાદ

અરવલ્લી જીલ્લામાં સરકારી અને ખાનગી કંપનીમાં સારા પગારની નોકરી આપવાની લાલચ આપી કેટલાક લેભાગુ તત્વો ભોળી પ્રજાને ભરમાવી રૂપિયા ખાંખેરી લીધા હોવાની અનેક ઘટનાઓ છાસવારે બહાર આવે છે “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે” ના મારે કહેવતને સાર્થક કરતી વધુ એક ઘટના શામળાજી પંથકમાં બની છે જેમાં બેરોજગાર યુવક-યુવતીઓને ખાણખનીજ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી ત્રણ લાખ રૂપિયા ખંખેરી લઇ નકલી ઓર્ડર પકડાવી દીધો હતો ઠગ ટોળકીનો ભોગ બનેલ એક યુવકના સસરા ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હોવાથી તેમને ઓર્ડર વોટ્સઅપ પર મોકલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો દાહોદની ઠગ ટોળકીનો ભોગ બનનાર યુવકે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ભિલોડા તાલુકાના ખારી ગામનો એક યુવક અને નાપડા ગામની ત્રણ બહેનો તેમજ યુવક સરકારી નોકરીની લાલચ મોંઘી પડી છે અને લાખ્ખો રૂપિયા ગુમાવવાનો વારો આવતા આખરે પોલીસ શરણ લીધું હતું  ખારી ગામનો સંજય ધુળાભાઈ ભગોરા ગામમાં દુકાન ધરાવતો યુવાનનો સંપર્ક ગ્રામ્ય વિસ્તારોમાં કોન્ટ્રાકટરનું કામકાજ કરતા હિંમતનગરના સાબરદાણ ફેકટરીમાં રહેતા લાલા નાનજી મેડા સાથે થયો હતો લાલા મેડાએ સંજય ભગોરાને તેમનો સાળો સરકારી નોકરી અપાવતો હોવાની અને ઓર્ડર મળે ત્યારે ત્રણ લાખ રૂપિયા આપવાની વાત કરતા લલચાઈ ગયો હતો

તેની પત્નીને સરકારી નોકરી મળે તે માટે લાલા મેડાના દાહોદ રહેતા સાળા સુરેશ ભૂરિયાનો સંપર્ક નંબર આપ્યા પછી ઠગ ટોળકીએ આયોજનબદ્ધ રીતે સંજય ભગોરાને વિશ્વાસમાં લઈ તેની પત્નીને ખાણખનીજ વિભાગમાં સરકારી નોકરી મળી ગઈ હોવાનું જણાવી ગાંધીનગર સેક્ટર-6 માં બોલાવી સુરેશ ભુરીયા અને તેના સાગરીતોએ એક લાખ રૂપિયા લઇ નકલી સરકારી ઓર્ડર આપી દીધો હતો આ અંગે તેમના પરીચિત અને નાપડાન જયંતીભાઈ સુરેશભાઈ વણઝારાને થતા તે પણ સરકારી નોકરીની લાલચમાં આવી તેમની ત્રણ દીકરીઓ અને એક પરિવારના યુવકને નોકરી મેળવવા ઠગ ટોળકીનો સંપર્ક કરતા તેમને તમામના વોટ્સએપ્પ મારફતે ડોક્યુમેન્ટ મંગાવી નોકરીનો ઓર્ડર લઇ જવા જણાવતા સુરેશ ભગોરા અને લાલા મેડા વધુ બે લાખ રૂપિયા લઇ ચાર સરકારી નિમણુંક ઓર્ડર આપી દીધા હતા જેમાં હરિશ્ચંદ્ર નામના યુવકે તેના સસરાને સરકારી નોકરી મળી ગઈ હોવાનું અને વોટ્સઅપ પર ઓર્ડર મોકલી આપી ખુશી વ્યક્ત કરી હતી

પરંતુ યુવકના સસરા સચિવાલયમાં નોકરી કરતા હોવાથી શંકા જતા ખરાઈ કરતા તમામ સરકારી નોકરીના ઓર્ડર નકલી હોવાનું અને ઠગ ટોળકીનો ભોગ બન્યા હોવાનું જણાવતા ભોગ બનેલ યુવક યુવતીઓના પગ તળે જમીન સરકી ગઈ હતી દાહોદની ઠગ ટોળકીના ભોગ બનેલ લોકોને રૂપિયા પરત ન મળતા આખરે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ઠગસ ઓફ દાહોદ ગેંગમાં કોણ કોણ સામેલ છે વાંચ   ૧)સુરેશ રામસીંગ ભુરીયા (રહે,પાટીયા,ગરબડા-દાહોદ), ૨)અમીત સત્યેન્દ્રપ્રકાશ શર્મા (રહે,વડોદરા),  ૩)શૈલેશ બચુભાઈ ડામોર (રહે,નાંદવા,ગરબડા-દાહોદ), ૪)લાલા નાનજીભાઈ મેડા (રહે,હાજીપુર,સાબરદાણ ફેકટરીના ગેટની બાજુમાં,હિંમતનગર , મૂળ રહે,નેલસુર-ગરબડા-દાહોદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.