મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઘટાડો,છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૪નાં મોત નિપજયાં
મુંબઇ: દેશમાં કોરોનાની લહેર હવે મંદ પડી રહી છે. કોરોના વાયરસની રફતાર ઘટી રહી છે જે સારી વાત છે. કોરોના સંક્રમણના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. લોકડાઉનની અસરથી કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટોડો થઇ રહ્યો છે. નવા સંક્રમણના કેસો છેલ્લા ૨૫ દિવસથી ઘટી રહ્યા છે .મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૭૪૦ નવા સંક્રમણના કેસો નોધાયા છે અને૪૨૪ દર્દીઓના મોત નિપજ્યાં છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં ફરીવાર લોકડાઉનની સમય મર્યાદા વધારી છે. લોકડાઉનથી કેસોમાં ઘટાડો નોધાઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૦,૭૪૦ કેસો નોંધાયા છે અને ૪૨૪ લોકોના મોત થયાં છે.રાજ્યમાં કોરોનાના કુલ કેસો ૫૬ લાખ ૯૨ હજાર ૯૨૦ થઇ ગયાં છે.
જયારે કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૬૭૧ છે.કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૫૩,૦૭,૮૭૪ થઇ છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૦ દિવસથી કોરોના સંક્રણમના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. હવે કોરોનાની ગતિ મંદ પડી રી છે.