Western Times News

Gujarati News

રથયાત્રા સુધી રપ લાખ નાગરીકોને વેકસીન આપવાનું આયોજન

શહેરમાં ૩પ ટકા રસીકરણ મે મહીનામાં થયું -છેલ્લા સપ્તાહમાં રેકોર્ડ બ્રેક ડોઝ આપવામાં આવ્યાઃ કુલ ડોઝની સંખ્યા ૧૮.રપ લાખ થઈઃ ૧૮-૪૪ વય જુથમાં પ.૯૦ લાખ ડોઝ લગાવવામાં આવ્યાઃ પેઈડ વેકસીનેશનને નબળો પ્રતિસાદ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ મોડે મોડે પણ કોરોના વેકસીનનું મહત્વ સમજયા હોય તેમ લાગે છે. શહેરમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ કાર્યક્રમ શરૂ થયો હતો. એપ્રિલ મહીનાના અંત સુધી રસીકરણ કાર્યક્રમ અત્યંત ધીમી ગતિએ ચાલી રહયો હતો.

દેશભરમાં કોરોનાના સંક્રમણ અને વિનાશના પગલે કેન્દ્ર સરકારે કેટલીક ખાનગી હોસ્પીટલોને પણ વેકસીન આપવા માટે પરવાનગી આપી છે. અમદાવાદ શહેરમાં ગત ર૬ તારીખથી પેઈડ થ્રુ વેકસીનેશન શરૂ થયા બાદ વ્યાપક હોબાળો થયો હતો. નોંધનીય છે કે નાગરીકો તરફથી પેઈડ વેકસીનેશનને નબળો પ્રતિસાદ મળ્યો છે.

જયારે બીજી તરફ રાજય સરકારે ૧૮થી ૪૪ વય જુથ માટે વધુ ડોઝ ફાળવ્યા બાદ રસીકરણની ઝડપમાં વધારો થયો છે જેના પગલે છેલ્લા સપ્તાહ (રર થી ર૮) દરમ્યાન રેકોર્ડ બ્રેક ર લાખ ૧૭ હજાર વેકસીન ડોઝ આપવામાં આવ્યા છે જયારે મે મહીનામાં (ર૯ તારીખ સુધી) કુલ વેકસીન ડોઝના ૩પ ટકા ડોઝ આપવામાં આવ્યા છે.

શહેરમાં એપ્રિલ અને મે મહીનામાં કોરોનાની ખતરનાક લહેર દરમ્યાન યુવા વર્ગના વધુ મૃત્યુ થયા હોવાની ચર્ચા છે. રાજય સરકારે વેકસીનના પ્રથમ ફેઝમાં હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કરોનો સમાવેશ કર્યો હતો. જયારે બીજા ફેઝમાં ૬૦ થી વધુ વયના નાગરીકોને રસી આપવાની શરૂઆત થઈ હતી

જયારે ૧૮ થી ૪૪ વય જુથને રસી આપવામાં વિલંબ થયો હોવાથી શહેરના યુવાનો મોટી સંખ્યામાં સંક્રમણનો ભોગ બન્યા હતા અને અનેક લબરમુછીયાઓએ જીવ પણ ગુમાવ્યા છે. ૧૮ થી ૪૪ વય જુથ માટે રસીકરણ શરૂ કર્યુ છે પરંતુ ઓનલાઈન બુકીંગમાં પારાવાર તકલીફ થાય છે. તેથી પૈસે-ટકે સુખી લોકોએ ડ્રાઈવ-થ્રીમાં પેઈડ વેકસીન લેવાનું શરૂ કર્યુ છે. પેઈડ વેકસીનનો વિરોધ થયા બાદ સરકારે પણ ૧૮-૪૪ વય જુથ માટે દૈનીક ડોઝના જથ્થામાં વધારો કર્યા છે જેના સારા પરિણામ જાેવા મળ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ રર થી ર૮ મે દરમ્યાન શહેરમાં કુલ ર૧૭૭૧૮ વેકસીન ડોઝ આપવામાં આવ્યા છે જે પૈકી ર૧પ૮પ પ્રથમ ડોઝ હતા. જયારે બીજા ડોઝ માટે અંતર વધારવામાં આવ્યો હોવાથી માત્ર ૧૮૮પ નાગરીકોએ બીજાે ડોઝ લીધો હતો. આ જ સમયગાળા દરમ્યાન (રર-ર૮ મે) દરમ્યાન ૧૮ થી ૪૪ વય જુથમાં ૧૮પ૯૪૩ ડોઝ આપવામાં આવ્યા છે જયારે ૪પ થી ૬૦ માં રર૯ર૯ અને ૬૦ કે તેથી વય જુથમાં ૮૮૪૬ ડોઝ આપવામાં આવ્યા છે.

ર૯મી મે ૩૯૬૩૩ વેકસીન ડોઝ લગાવવામાં આવ્યા હતા. આમ મે મહીનામાં (ર૯ તારીખ સુધી) વેકસીનના કુલ ૬૩ર૭૩૯ ડોઝ આપવામાં આવ્યા છે. જે કુલ ડોઝના ૩પ ટકા થાય છે. શહેરમાં કુલ ૧૮રપ૮૧૮ વેકસીન ડોઝ લગાવવામાં આવ્યા છે. જેમા ૭૯૧૯૮૩ પુરુષ અને ૬૩૦૬૦પ સ્ત્રીઓ અને ૧૦૦ અન્ય જાતિએ વેકસીન લીધી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોવિશિલ્ડના ૧૭૬૧૬૯૪ અને કોવેકસીનના ૬૪૧ર૪ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં રસીકરણની પ્રક્રિયામાં ઝડપ આવે તે હેતુથી કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પીટલોને “પેઈડ વેકસીન” માટે પરવાનગી આપી છે. અમદાવાદમાં ર૬ મે થી એપોલો હોસ્પીટલે “ડ્રાઈવ થ્રુ પેઈડ” વેકસીનની શરૂઆત કરી છે જેમાં ર૬ થી ર૯ મે દરમ્યાન માત્ર ૧૮૦૦ નાગરીકોએ જ રસી મુકાવી છે.

જયારે શનિવારથી સેલ્બી હોસ્પીટલે પણ સરદાર પટેલ સ્ટેડીય કેમ્પસમાં પેઈડ વેકસીનની શરૂઆત કરી છે. જેમાં પ્રથમ દિવસે માત્ર ૬૦ લોકોએ જ વેકસીન લગાવી હતી. આમ અમદાવાદમાં પેઈડ વેકસીનનો અભિગમ લગભગ નિષ્ફળ સાબિત થયો છે.

કેન્દ્ર સરકારની જાહેરાત “સ્પોટ રજીસ્ટ્રેશન”નો અમલ શરૂ થાય તો અમદાવાદમાં આગામી ત્રણ મહીનામાં ૬૦ ટકા નાગરીકોને વેકસીન આપી શકાય તેમ છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેષભાઈ બારોટના જણાવ્યા મુજબ શહેરમાં કુલ ૧૪રર૭૩૪ નાગરીકોએ વેકસીન લીધી છે.

રથયાત્રા સુધી રપ લાખ નાગરીકોને ઓછામાં ઓછો એક ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. જે પુર્ણ કરવા તંત્ર કટિબધ્ધ છે. શહેરમાં અત્યાર સુધી ચાર લાખ નાગરીકોએ બંને ડોઝ લીધા છે. આગામી સમયમાં મનપા દ્વારા ડ્રાઈવ થ્રુ વેકસીન શરૂ થઈ શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.