Western Times News

Gujarati News

અમિતાભના પરિવારના સભ્યો કરતા બંગલા વધુ છે!

મુંબઈ: અમિતાભ બચ્ચને મુંબઈમાં ૫,૧૮૪ સ્કવેર ફીટનો એક ડુપ્લેક્સ ફ્લેટ ખરીદ્યો છે. જેની કિંમત રૂપિયા ૩૧ કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. અમિતાભ બચ્ચનનો આ ફ્લેટ ૨૭ અને ૨૮મા ફ્લોર પર આવેલો છે. સાથે જ તેઓને કાર પાર્કિંગમાં ૬ જગ્યા મળી છે. મુંબઈમાં અમિતાભ બચ્ચનની આ પહેલી પ્રોપર્ટી નથી. મુંબઈમાં જ અમિતાભ બચ્ચન પાસે કરોડોની સ્થિર સંપત્તિ છે. આ સિવાય વિદેશોમાં પણ અમિતાભ બચ્ચન પાસે ઘણી પ્રોપર્ટીઝ છે. અમિતાભ બચ્ચન પોતાના પરિવારની સાથે જલસા નામના બંગલામાં રહે છે. આ બંગલો જુહૂમાં જેડબલ્યુ મેરિયટ હોટેલ પાસે છે.

અમિતાભ બચ્ચને આ બંગલો પ્રોડ્યુસર એનસી સિપ્પી પાસેથી ખરીદ્યો હતો. આ બંગલો વિશાળ છે અને ૧૦ હજાર સ્કેવર ફીટથી વધુમાં ફેલાયેલો છે. અમિતાભ બચ્ચન પાસે જૂહુમાં વધુ એક બંગલો પ્રતીક્ષા પણ છે. અમિતાભ બચ્ચન જલસા પહેલા પરિવાર સાથે આ બંગલામાં રહેતા હતા. તેમની સાથે આ બંગલામાં તેમના પેરેન્ટ્‌સ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન પણ રહેતા હતા. આ બંગલામાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતા. અમિતાભ બચ્ચનના પરિવારે વર્ષ ૨૦૧૩માં જુહૂમાં પોતાના બંગલા જલસાની પાછળ વધુ એક બંગલો ખરીદ્યો હતો. લગભગ ૮ હજાર સ્કેવર ફીટમાં ફેલાયેલી આ શાનદાર પ્રોપર્ટીની કિંમત ૫૦ કરોડથી વધુની જણાવાઈ રહી છે.

અમિતાભ બચ્ચનના બંગલો જલસા પાસે તેમની વધુ એક પ્રોપર્ટી છે જેનું નામ જનક છે. અહીં મોટાભાગે અમિતાભ બચ્ચન તેમની ઓફિસનું કામ કરે છે. આ પ્રોપર્ટી વર્ષ ૨૦૦૪માં ખરીદવામાં આવી હતી. રૂપિયા ૫૦ કરોડથી વધુ કિંમતની આ પ્રોપર્ટીમાં અમિતાભ બચ્ચનના પરિવારનું એક પ્રાઈવેટ જીમ પણ છે. અમિતાભ બચ્ચને જુહૂમાં વધુ એક પ્રોપર્ટી ખરીદી રાખી છે જેનું નામ તેમણે વત્સ રાખ્યું છે. હાલ આ પ્રોપર્ટીનો ઉપયોગ બચ્ચન પરિવાર નથી કરતો અને તે ભાડા પર સિટી બેંક ઈન્ડિયાને આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.