રાહુલ વૈદ્ય કેપ ટાઉનમાં ગર્લફ્રેન્ડને મિસ કરી રહ્યો છે
મુંબઈ: સિંગર રાહુલ વૈદ્ય હમણાં સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડીની અગિયારમી સીઝન માટે કેપ ટાઉનમાં શૂટિંગ કરી રહ્યો છે. તેની સાથે અર્જુન બિજલાણી, શ્વેતા તિવારી, અભિનવ શુક્લા, નિક્કી તંબોલી, અનુષ્કા સેન અને દિવ્યાંકા ત્રિપાઠી સહિતના સેલેબ્સ પણ શૉમાં ભાગ લઈ રહ્યા છે. આ ટીમ થોડા દિવસ પહેલા જ કેપ ટાઉન પહોંચી છે,
પરંતુ રાહુલ વૈદ્ય અત્યારથી તેની ગર્લફ્રેન્ડ દિશા પરમારને મિસ કરી રહ્યો છે. રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક જૂની તસવીર શેર કરી અને લખ્યું છે કે ‘મિસ યુ’. આ ફોટો પર દિશા પરમારે પણ કમેન્ટ કરીને જવાબ આપ્યો કે, હું તે વધારે મિસ કરુ છું. દિશાના આ રિપ્લાલને લોકો પસંદ કરી રહ્યા છે. રાહુલ અત્યારે કેપ ટાઉનમાં ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનના અન્ય કન્ટેસ્ટન્ટ સાથે સ્ટંટ કરવામાં અને વિવિધ એક્ટિવિટિઝમાં વ્યસ્ત છે. તે સોશિયલ મીડિયા પર પોતાની અપડેટ્સ શેર કરતો રહે છે.
તાજેતરમાં જ તેણે રોહિત શેટ્ટી દ્વારા આપવામાં આવેલા એક લાઈફ લેસનને ફેન્સ સાથે શેર કર્યો હતો. દિશા અને રાહુલ ટુંક જ સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. એરપોર્ટ પર પણ દિશા રાહુલને મુકવા આવી હતી. રાહુલ અને દિશાનો એક મ્યુઝિક વીડિયો પણ આવ્યો હતો. દિશા ટીવી સીરિયલ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ અને ‘વૉહ અપના સા’માં દેખાઈ હતી.