ફાયર સેફ્ટીના અભાવે ૧૯ હોસ્પિટલ, ૧ કોમ્પલેક્સ સિલ કરાયું
સુરત: સુરતમાં સતત આગની ઘટના ને લઈને ફાયર વિભાગ ફાયર સેફ્ટી યોગ્ય રીતે કાર્યરત કરવા માટે સતત કોમર્શિયલ કૉમ્પલેક્સ હૉસ્પિટલોને સતત ફાયર ફેક્ટરી મામલે નોટિસ આપે છે પણ આ તમામ નોટિસ બાદ પણ ફાયર સેફટી મૂકવામાં આવતી નથી અને જાે મૂકવામાં આવી હોય તો તે ચાલુ હાલમાં નહીં હોવાને લઈને ફરી આજે ફાયર વિભાગે ૧૮ હૉસ્પિટલ અને કૉમ્પ્લેક્સને સીલ મારી લેતા ફફડાટ મચી જવા પામ્યા છે.
સુરતમાં સતત આગની ઘટના અને લઈએ કેટલાક લોકોએ જીવ ગુમાવાનો વારો આવી છે સાથે જયારે જયારે સુરતમાં આગ લાગે છે ત્યારે ફાયર વિભાગને મસ્કત કરવાની વારો આવે અને બીજી બાજુ આગને લઈને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે આવી આગની ઘટના અટકાવવા અને તેના પર નિયંત્રણ મૂકવા માટે સુરત ફાયર વિભાગ દ્વારા સતત ફાયર સેફ્ટિ લઈને નોટિસો આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના કાળમાં સારવાર માટે દાખલ દર્દી જે હૉસ્પિટલમાં છે ત્યાં આગ ન લાગે અને દર્દી જીવ પર નહીં આવી પડે તે માટે પણ સતત ફાયર વિભાગો હૉસ્પિટલોને પણ ફાયર સેફટી મૂકવા અને જ્યાં ફાયર સેફટી છે.
તે બંધ હાલતમાં હોવાને લઈને તેને કાર્યરત કરવા માટે નોટિસ અપ્યા બાદ પણ આ તમામ લોકો ફાયર સેફટી મૂકાવી અથવા ચાલુ કરવત નથી. લઈને આજે ફરી એક વાર સુરત ફાયર વિભાગે લાલ આંખ કરીને આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ૧૮ જેટલી હૉસ્પિટલ અને કોમર્શિયલ કૉમ્પ્લેક્સ ને સીલ કરી નાખવાની કાર્યવાહી કરતા ફફડાટ મચી જવા પામ્યો હતો.
પાલિકાએ આયુષ્યમ આર્થોપેડિક હૉસ્પિટલ વરાછા, ડીએમ સુપર સ્ટોર્સ પુણા પાટીયા સુરત, આકાંક્ષા ચિલ્ડ્રન, ડીંડોલી, વિનાયક હૉસ્પિટલ, ગોડાદરા સુરત, નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી, વેદાંત ગોડાદરા, શિફા ભાઠેાન, સારથી હૉસ્પિટલ રામપુરા પર કાર્યવાહી કરી હતી.