ટાટા ડિજિટલે બિગ બાસ્કેટમાં મોટો હિસ્સો ખરીદ્યો
સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાય્સ પ્રાઇવેટ લિમિટેડમાં બહુમતી હિસ્સો ખરીદ્યો
મુંબઈ, ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની 100 ટકા માલિકીની પેટાકંપની ટાટા ડિજિટલ લિમિટેડએ ફૂડ એન્ડ ગ્રોસરી સેગમેન્ટમાં ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાયસ પ્રાઇવેટ લિમિટેડ (બિગબાસ્કેટ)માં બહુમતી હિસ્સો એક્વાયર કર્યો છે. Tata Digital logs into Big Basket Acquires majority stake in Supermarket Grocery Supplies Private Limited
કન્ઝ્યુમર ઇ-કોમર્સ સ્પેસમાં ઇ-ગ્રોસરી સૌથી વધુ ઝડપથી વિકસતા સેગમેન્ટ પૈકીનું એક છે તથા ભારતમાં ઉપભોગ અને ડિજિટલ પહોંચ વધવાની સાથે આ સેગમેન્ટની વૃદ્ધિને વેગ મળી રહ્યો છે. હાલ મહામારીએ એની સ્વીકાર્યતાને વધારે વેગ આપ્યો છે, કારણ કે ઉપભોક્તાઓ ઘરે સલામતી સાથે ગુણવત્તાયુક્ત ગ્રોસરીનો સુવિધાજનક રીતે ઓર્ડર આપવાનું પસંદ કરે છે.
બિગબાસ્કેટની સ્થાપના બેંગલોરમાં વર્ષ 2011માં થઈ હતી અને પછી અત્યાર સુધી સમગ્ર ભારતમાં 25થી વધારે શહેરોમાં એની કામગીરીનું વિસ્તરણ કર્યું છે. ઇ-ગ્રોસરી સ્પેસમાં બિગબાસ્કેટ સૌથી વધુ ઉત્પાદનો કે કલેક્શન (50,000+ SKUs) પ્રદાન કરે છે તથા ગ્રાહકોને તેમની પસંદગીની તારીખ અને ટાઇમસ્લોટ પર હોમ ડિલિવરી કરે છે. વળી કંપનીએ એના ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત અને તાજાં ફળફળાદી અને શાકભાજી પ્રદાન કરવા સમગ્ર ભારતમાં કેટલાંક કલેક્શન સેન્ટર અને [12,000]થી ખેડૂતો સાથે ફાર્મ-ટૂ-ફોર્ક સપ્લાય ચેઇન પણ કાર્યરત કરી છે.
ટાટા ડિજિટલના સીઇઓ પ્રતીક પાલે કહ્યું હતું કે, “ભારતમાં વ્યક્તિગત ઉપભોગમાં ગ્રોસરી સૌથી મોટો હિસ્સો ધરાવતું સેગમેન્ટ છે અને ભારતની સૌથી મોટી ઇ-ગ્રોસરી કંપની તરીકે બિગબાસ્કેટ મોટી કન્ઝ્યુમર ડિજિટલ ઇકોસિસ્ટમ ઊભી કરવાના અમારા વિઝન સાથે પરફેક્ટ ફિટ છે. અમને ટાટા ડિજિટલના ભાગ તરીકે બિગબાસ્કેટને આવકારવાની ખુશી છે.”
બિગબાસ્કેટના સીઇઓ હરિ મેનને કહ્યું હતું કે, “અમને ટાટા ગ્રૂપના ભાગ તરીકે અમારા ભવિષ્યને લઈને રોમાંચ છે. ટાટા ઇકોસિસ્ટમના ભાગ સ્વરૂપે અમે ઉપભોક્તા સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરી શકીશું અને અમારી સફરને આગળ વધારી શકીશું.”
ટાટા ગ્રૂપ એકીકૃત રીતે તમામ કેટેગરીઓમાં ઉપભોક્તાની જરૂરિયાતો પૂર્ણ કરવા ડિજિટલ કન્ઝ્યુમર ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યું છે તથા આ ઇકોસિસ્ટમમાં ઓનલાઇન ફૂડ એન્ડ ગ્રોસરી મહત્વપૂર્ણ સેગમેન્ટ છે. એને અનુરૂપ આ એક્વિઝિશન ડિજિટલ ઇકોસિસ્ટમ ઊભી કરવાના એના સંપૂર્ણ વિઝનમાં ટાટા ગ્રૂપ માટે આકર્ષક તક પ્રસ્તુત કરે છે.