પંજાબ કોંગ્રેસમાં ઘમાસાન ધારાસભ્ય અને મંત્રીઓને દિલ્હી બોલાવાયા
ચંડીગઢ: પંજાબ કોંગ્રેસના આંતર કલેહ ચાલી રહ્યો છે આ મતભેદોના નિરાકરણ માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિ સોમવારથી મંત્રીઓ અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. આ માટે સોમવારે ૨૫ ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેમાં ૮ મંત્રીઓનો સમાવેશ થાય છે, જ્યારે મંગળવારે સમિતિ બાકીના પ્રધાનો અને ધારાસભ્યોની બેઠક કરશે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં યોજાનારી આ સભામાં ભાગ લેવા માટે અડધો ડઝનથી વધુ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે, જેમાં નવજાેતસિંહ સિદ્ધુ પણ સામેલ છે . સિદ્ધુને પહેલા દિવસે મળેલા ધારાસભ્યોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. સિદ્ધુ મંગળવારે સમિતિ સમક્ષ હાજર થશે. આ દિવસે ૮ મંત્રીઓ અને બાકીના ધારાસભ્યો સમિતિ સમક્ષ હાજર થશે.
મલ્લિકાર્જુન ખ઼ડગે, જય પ્રકાશ અગ્રવાલ અને હરીશ રાવતની બનેલી સમિતિએ કોંગ્રેસના નેતાઓ દ્વારા લેવાયેલી પ્રતિસાદ બેઠકને ત્રણ ભાગોમાં વહેંચી દીધી છે, જેમાં એક ભાગમાં મંત્રી અને ધારાસભ્યો જ્યારે બીજા ભાગમાં પક્ષના સાંસદ, રાજ્યસભાના સભ્યો અને રાજ્યના વડાઓ છે. અને ત્રીજા તબક્કામાં સમિતિમાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સાથે પણ ચર્ચા થઈ શકે છે. જાેકે, સમિતિ મુખ્યમંત્રી સાથે ક્યારે બેઠક કરશે તે નક્કી નથી થયું.
ઉલ્લેખનીય છે કે કોટકપુરા ફાયરિંગ કેસ સંદર્ભે પંજાબ સરકારે કરેલા એસઆઈટી અને તેના અહેવાલને ગયા મહિને હાઈકોર્ટે ફગાવી દીધો હતો. એસઆઈટી નામંજૂર થયા બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી જાેવા મળી હતી જેના લીધે કોંગ્રેસના એક જૂથે આરોપ લગાવ્યો હતો કે એડવોકેટ જનરલ આ કેસને યોગ્ય રીતે કોર્ટમાં રજૂ કરતા નથી, જ્યારે નવજાેતસિંહ સિદ્ધુએ તેના પર મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ પર પ્રહાર કર્યા હતા.હાલમાં કોગ્રેસમાં ભારે જૂથવાદ ચાલી રહ્યો છે. આ ડેમેજ કંટ્રેોલ માટે સમિતિની રચના કરવામાં આવી છે.