લાયન્સ ક્લબ શાહીબાગ તરફથી ગામડાઓમાં કોરોના માટેની પ્રારંભિક દવાનું વિતરણ
લાયન્સ ક્લબ શાહીબાગ તરફથી ચલોડા ચંડીસર કેલીયાવાસણા રેડપરા બદરખા જલાલપુર રૂદાતલ રામપુર બોલુન્દ્રા,ઘાટી, પોશીના,ડેકવાડા, જેતલપુર મહીજ ઊમીયાપુરા વગેરે જેવા નાનામોટા 25 ગામોમાં કોરોના ના પ્રારંભિક લક્ષણો દેખાય અને આ કીટની દવાઓ લેવામાં આવે તો કોરોના મટી જતો હોય છે.
જે તે ગામના આરોગ્ય અધિકારી ને તલાટી અથવા સરપંચ હાજરીમાં આ કીટ આપવામાં આવી હતી. જેમાં દસ દિવસ માટેની પેરાસીટામોલ,એઝીથ્રોમાયસીન, વિટામિન ડી3, ઝીંક સલ્ફેટ,એવરમેકટિન અને વિટામિન સી જેવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
લગભગ 1200 જેટલી આવી કીટ તૈયાર કરીને ગામડાઓમાં આવેલા PHC ના આરોગ્ય અધિકારીને આપવામાં આવેલા અને PHC દ્વારા એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે અને ટેસ્ટ પોઝિટિવ આવે તો આરોગ્ય અધિકારી આ કીટ આપે તો શરૂઆતના તબકકામાં લીધેલ દવા થી ઘણું સારું થઇ જાય છે અને કેસ વધુ બગાડતો નથી. અને આ દવાઓનો લાભ ઘણા ગ્રામજનોએ લીધો હતો.