Western Times News

Gujarati News

રાધનપુરના ધારાસભ્યએ કોરોના નિયમોનો ભંગ કર્યો

મને બદનામ કરવા કોઈએ જૂના-નવા વીડિયો વાયરલ કર્યા

પાટણ, રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. રાધનપુરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમિયાન ધારાસભ્ય રઘુ દેસાઈએ સરકારની કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. જાે કે, આ મામલે ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે, મને બદનામ કરવા કોઈએ મારા જૂના અને નવા વીડિયો વાયરલ કર્યા છે.

ગુજરાત સહિત દેશમાં કોરોના મહામારીનો કહેર જાેવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોનાને લઇ સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય દ્વારા આ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો છે.

રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમિયાન ધારાસભ્ય રઘુ દેસાઈએ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ સરકારની કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો છે.

સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાતમાં રઘુ દેસાઈ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું ન હતું. રઘુ દેસાઈ સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાેવા મળ્યા હતા. ધારાસભ્ય રઘુ દેસાઈ માસ્ક વગર તેમજ બે ગજની દુરીનો અભાવ જાેવા મળ્યો હતો. આ અગાઉ પણ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા કોરોનાના નિયમોનો ભંગ કરાયો છે.

એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગાઈડલાઈનનો ભંગ ફરી કોરોનાને નોતરી શકે છે. જાે કે, કોરોનાના નિયમોના ભંગ કરવા બદલ રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા પોતાના બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે રઘુ દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને બદનામ કરવા કોઈએ મારા જૂના અને નવા વીડિયો વાયરલ કર્યા છે.

રઘુ દેસાઈએ કહ્યું કે, મેં ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાની રસી લેવામાં જાગૃત બને તે માટે મુલાકાત કરી હતી. કોરોના મહામારીમાં માત્ર રસી જ ઉપયા છે, તે માટે હું લોકોને મનાવવા ગયો હતો. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ૩ ટકા જેટલું જ રસીકરણ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.