મહિલાને ફેસબુક પર પ્રેમ થતાં દીકરાને લઈને પ્રેમી સાથે ફરાર
લગ્નને દસ વર્ષ જેટલો સમય થયો હતો, ૫ વર્ષનો દીકરો હતો, અમદાવાદના સાણંદની ચકચારી ઘટના સામે આવી
અમદાવાદ, સોશિયલ મીડિયા એટલું વિશાળ છે કે વ્યક્તિ તેની અંદર પહોંચ્યા પછી ગૂંચવાઈ પણ જતી હોય છે. આજના સમયમાં ઈન્ટરનેટ વરદાન પણ સાબિત થઈ રહ્યું છે જેમાં તમે કોઈ વ્યક્તિ સુધી પહોંચ્યા વગર વ્યક્તિને જાેઈ શકો છો તે શું કહે છે તે પણ સાંભળી શકો છો.
આવો જ પ્રેમ થયા બાદ પરિણીતા પ્રેમીથી એટલી આકર્ષાઈ ગઈ કે પોતાના પતિને છોડીને ૫ વર્ષના દીકરાને લઈને રવાના થઈ ગઈ. આ ઘટના અમદાવાદના સાણંદમાં બની છે. સાણંદના રેથલ ગામની ૩૦ વર્ષની પરિણીતાને ફેસબુકના માધ્યમથી પ્રેમ થઈ ગયો અને પોતાના પતિને મૂકીને ૫ વર્ષના દીકરા સાથે પ્રેમીના ત્યાં રવાના થઈ ગઈ હતી.
ફેસબુકના માધ્યમથી સવિતાબેનની ઓળખ મહેસાણાના ખેરાલુના કરણ પિયુષભાઈ બારોટ સાથે થઈ હતી. સોશિયલ મીડિયા પર મુલાકાત થયા પછી બન્ને વચ્ચે ઘનિષ્ઠતા વધવા લાગી કે તેઓ એક બીજા વગર રહી નહોતા શકતા. પાટડીની પરિણીતા સવિતાના લગ્ન દસેક વર્ષ પહેલા સાણંદના ગણપતભાઈ ખોડાભાઈ પુરબીયા સાથે થયા હતા.
આ દરમિયાન પત્ની સ્માર્ટફોન વાપરતી હોવાથી તેને ખેરાલુના કરણ સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને વચ્ચે મિત્રતા થયા બાદ એકબીજાના નંબર લીધા અને અવાર-નવાર વાતો કરતા હતા. આ દરમિયાન પ્રેમ વધારે પાંગરતા પરિણીતાએ પોતાના પતિને મૂકીને ભાગી જવાનું નક્કી કર્યું.
સવિતા પિયર જવાનું કહીને પાટડી જવા નીકળી હતી પરંતુ ત્યાંથી તે ગુમ થઈ હોવાથી તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. ૫ ફેબ્રુઆરીએ સવિતા પોતાના પિયર જવાનું કહીને સાણંદથી રવાના થઈ હતી અને ત્યાંથી તે પ્રેમી કરણ સાથે ભાગી ગઈ હતી. ૭ ફેબ્રુઆરીના રોજ તે પોતાના પુત્રને લઈને પ્રેમી કરણ પાસે કોઈને કહ્યા વગર મહેસાણા પહોંચી ગઈ હતી.
પત્ની પોતાના પ્રેમીને મળ્યા બાદ એટલી તો પ્રેમમાં ખોવાઈ ગઈ કે તેણે પોતાના પતિને પડતો મૂકી દીધો હતો. સવિતા પોતાના પતિને છોડીને આવ્યા બાદ તેનો પ્રેમી કરણ અહીંથી તેને પોતાની પત્ની તરીકે ખેરાલુ ગામ લઈ ગયો હતો. બીજી તરફ સવિતાના પિયરવાળા અને પતિએ માતા-પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ગુમ થયેલા માતા-પુત્રને શોધવા માટે પોલીસે કામગીરી શરુ કરી હતી જેમાં મોબાઈલ લોકેશનના આધારે પણ તપાસ કરવામાં આવી રહી હતી જેમાં પોલીસને સફળતા મળી. પોલીસે મહિલાની મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ કરતા તે ખેરાલુમાં હોવાનું માલુમ પડ્યું હતું.
તપાસ કરતા તે અહીં પ્રેમી સાથે રહેતી હોવાનું માલુમ પડ્યું હતું. મોબાઈળ સર્વેલન્સ ટીમ અને સુરેન્દ્રનગર ટેક્નિકલ બ્રાન્ચની મદદથી શોધખોળ બાદ મળી આવેલી સવિતાને દસાડા પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવી હતી, જ્યાંથી તેને રેથલ રહેતા તેના પતિને સોંપવામાં આવી હતી, આ દરમિયાન મહિલા સાથે પોતાનો પાંચ વર્ષનો દીકરો પણ હતો.