અમદાવાદના ૪પ૦ જ્વેલર્સને સર્વિસ ટેક્ષ ભરવા CGSTની નોટીસ
(એજન્સી) અમદાવાદ, તાજેતરમાં સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ(સીજીએસટી) ડીપાર્ટમેન્ટે શહેરની ૪પ૦થી વધુ જ્વેલસને સર્વિસ ટેક્ષની નોટીસ પાઠવી છે. ઈન્કમ ટેક્ષના ડેટા પરથી જવેલર્સને પાઠવેલી નોટીસમાં દાગીના બનાવવા માટે વસુલેલી મજુરી પર સર્વિસ ટેક્ષ ભર્યો નથી. તેથી ૧પ ટકા સર્વિસ ટેક્ષ, ર૪ ટકા વ્યાજ અને ભરવા પાત્ર ટેક્ષના ૧૦૦ ટકા પેનલ્ટી વસુલવાની ડીમાન્ડ કઢાઈ છે.
સીજીએસટી ડીપાર્ટમેન્ટે જ્વેલર્સ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને ર૦૧૪-૧પ થી ર૦૧૭-૧૮ સુધીના ૪ વર્ષમાં ઈન્કમ ટેક્ષ રીટર્નમાં બતાવેલી ઈન્કમ પર સર્વિસ ટેક્ષ કેમ ન લાગે? એ માટે પત્રલખી જવાબ માંગ્યો હતો. ચાર વર્ષના એકાઉન્ટ જેને લગતા બિલો, જરૂરી સાહિત્ય રજુ કરવા જણાવ્યુ હતુ. પરંતુ કોરોનાની બીજી લહેર અને પ્રતિબંધોના કારણે અમદાવાદના જ્વેલસ તેનો જવાબ આપી શક્યા નહોતા.
જેને લઈને સીજીએસટી ડીપાર્ટમેન્ટે આ સમયની નોટીસ પાઠવવાની મર્યાદા રપ એપ્રીલ ર૦ર૧ ના રોજ પૂરી થતાં દરેક જ્વેલર્સને ર૦૧૪થી ર૦૧૮ સુધીના વર્ષમાં લેબર આવક પર ૧પ ટકા લેખે સર્વિસ ટેક્ષ કેમ ન ભરવો પડે. એની કારણદર્શક નોટીસ અને તેના પર ર૪ ટકા વ્યાજ અને ભરવાપાત્ર ટેક્ષના ૧૦૦ ટકા પેનલ્ટી કેમ ન વસુલવી તેેવી ડીમાન્ડ નોટીસ પાઠવી છે.
નોટીસ પાઠવી ત્યારે સામાન્ય રીતે સર્વિસ ટેક્ષ કાયદામાં શરૂઆતમાં રૂા.૧૦ લાખની આવક સુધી કરદાતાને મુક્તિ અપાય છે. તેને પણ ધ્યાને લીધા વગર માત્ર ઈન્કમ ટેક્ષ ડેટા પરથી કરદાતાઓને નોટીસ પાઠવી દીધી છે. વેધારામાં સરકારે દાગીનાના ઘડતરની મજુરી પર સર્વિસ ટેક્ષ પર મુક્તિ આપી છે. તેને પણ ધ્યાનમાં લીધા વગર કરદાતાઓ ને મોટી રકમની નોટીસ પાઠવીદીધી છે.