Western Times News

Gujarati News

WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્‌સને નામ આપ્યા

ઓક્ટોબર ૨૦૨૦માં મળેલો વેરિયન્ટ B.1.617.2 ડેલ્ટા, B.1.617.1 કપ્પાના નામથી ઓળખાશે

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ની વચ્ચે વિભિન્ન દેશોમાં મળતા નવા વેરિયન્સ્રના નામકરણને લઈ સમસ્યાઓ આવી રહી હતી. સામાન્ય બોલચાલમાં આ વેરિયન્સ્‌.ને તે દેશોના નામથી પણ બોલાવવામાં આવી રહ્યા હતા, જ્યાંથી તે મળ્યા હતા. તેને લઈને હાલમાં ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી. આવી જ રીતે ગયા વર્ષે ચીને પણ કોરોનાને વુહાન વાયરસ કહેવા પર આપત્તિ જાહેર કરી હતી. હવે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ સમસ્યાનું સમાધાન શોધી લીધું છે. કોરોના વેરિયન્ટ્‌સના નામકરણ ગ્રીક આલ્ફાબેટના આધાર પર કરવામાં આવ્યા છે.

ભારતમાં ઓક્ટોબર ૨૦૨૦માં મળેલા વેરિયન્ટ મ્.૧.૬૧૭.૨ને ડેલ્ટા વેરિયન્ટ કહેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અન્ય સ્ટ્રેન મ્.૧.૬૧૭.૧નું નામકરણ કપ્પા કરવામાં આવ્યું છે. ડબલ્યુએચઓના નામકરણની આ નવી વ્યવસ્થા વ્યાપક ચર્ચા વિચારણા બાદ શરૂ કરવામાં આવી છે. ભારતની જેમ અન્ય દેશોમાં મળેલા વેરિયન્ટના નામકરણ કરવામાં આવ્યા છે. બ્રિટનમાં ૨૦૨૦માં મળેલા વેરિયન્ટને આલ્ફા કહેવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં મળેલા વેરિયન્ટને બીટા કહેવામાં આવશે. બીજી તરફ બ્રાઝીલમાં મળેલા વેરિયન્ટનું નામકરણ ગામા કરવામાં આવ્યું છે. આવી જ રીતે અમેરિકામાં મળેલા વેરિયન્ટનું નામ પણ રાખવામાં આવ્યું છે. ડબલ્યુએચઓ કોરોનાનાં વેરીયંટના નામ રાખવાની પદ્ધતી તૈયાર કરી ગ્રીક અક્ષરોમાં કોરોનાનાં નામ રાખવામાં આવશે વિવિધ વેરીયંટને દેશનાં નામે ઓળખવા પર ભારતે વિરોધ નોંધાવ્યો હતો

આલ્ફા, બીટા, ગામા વગેરે નામ રખાયાનોંધનીય છે કે, મે મહિનાના પહેલા પખવાડિયામાં ભારતમાં મળેલા કોરોના સ્ટ્રેનને ભારતીય કહેવા પર વિવાદ થઈ ગયો હતો. કેન્દ્ર સરકારે તે અહેવાલોને નકારી કાઢ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ડબલ્યુએચઓએ કોવિડના મ્.૧.૬૧૭ વેરિયન્ટને ભારતીય વેરિયન્ટ કહ્યો છે. સરકારે કહ્યું હતું કે ડબલ્યુએચઓએ ક્યારે પણ ભારતીય શબ્દનો પ્રયોગ નથી કર્યો. ભારતની આપત્તિ બાદ ડબલ્યુએચઓએ પણ તેની પર પ્રતિક્રિયા આપી હતી.

ડબલ્યુએચઓએ ટ્‌વીટર પર શૅર કરીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ વેરિયન્ટ્‌સને દેશના નામ પર રિપોર્ટ નથી કરતું. સંગઠન વાયરસના નવા સ્વરૂપને તના વૈજ્ઞાનિક નામથી સંદર્ભિત કરે છે અને બાકીના લોકોને પાસેથી પણ આવું જ કરવાની અપેક્ષા રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.