Western Times News

Gujarati News

મલાઈકા અરોરાનું વજન કોરોના બાદ વધી ગયું હતું

અભિનેત્રી મલાઈકા અરોરાએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે કોરોના તેને શારીરિક, માનસિક રૂપે નબળી પાડી દેશે

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોરોના સંક્રમિત થઈ હતી. પોતાની ફિટનેસ માટે જાણીતી મલાઈકા અરોરાને કોરોનાએ શારીરિક અને માનસિક રૂપે તોડી નાખી હતી. કોરોનાના કારણે મલાઈકા અરોરાનું વજન વધી ગયું હતું. જાેકે, હવે મલાઈકા ફરીથી મૂળ બોડી શેપમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મલાઈકાએ એક લાંબી પોસ્ટ લખીને કોરોના બાદ તેની હાલત કેવી થઈ હતી તે જણાવ્યું છે. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરોનું એક કોલાજ શેર કર્યું છે. તેણે જણાવ્યું છે કે,

કોરોના બાદ તે યોગ્ય રીતે વર્કઆઉટ નહોતી કરી શકતી જેના કારણે તેનું વજન વધી ગયું હતું. જાેકે, ખૂબ મહેનત કર્યા બાદ એક્ટ્રેસ પોતાનો જૂનો બોડી શેપ અને તાકાત પાછી મેળવી છે. મલાઈકાએ લાંબી પોસ્ટની શરૂઆતમાં લખ્યું, તાકાતની વ્યાખ્યા શું છે? તમે ખૂબ નસીબદાર છો, તારા માટે તો આ સરળ રહ્યું હશે ને?’ આવા વાક્યો હું લગભગ રોજ સાંભળું છું. હા, હું મારા જીવનમાં ઘણીબધી વસ્તુઓ માટે કૃતજ્ઞ છું. પરંતુ તેમાં કિસ્મતનો ફાળો ખૂબ ઓછો છે અને સરળ? અરે, એ તો નહોતું. ૫મી સપ્ટેમ્બરે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ સ્થિતિ ખૂબ ખરાબ હતી. જે લોકો કહે છે કે કોરોનાની રિકવરી સરળ છે તેમની ઈમ્યૂનિટી ખરેખર ખૂબ સારી છે અથવા તો તેમને કોવિડની સાચી સ્ટ્રગલ વિશે ખબર જ નથી. હું આ તબક્કામાંથી પસાર થઈ છું એટલે આના માટે ‘સરળ’ શબ્દનો ઉપયોગ તો નહીં જ કરું.

કોરોનાએ મને શારીરિક રૂપે તોડી નાખી હતી. બે ડગલા ચાલવું પણ અતિશય મુશ્કેલ લાગતું હતું. ઊભા થવું, પથારીમાંથી બહાર નીકળવું અને ચાલીને મારા રૂમની બારી સુધી જવું પણ એક મુસાફરી જેવું હતું. મારું વજન વધી ગયું હતું, અશક્તિ લાગતી હતી, મારો સ્ટેમિના ગુમાવ્યો હતો, મારા પરિવારથી દૂર હતી અને બીજું ઘણું વેઠ્‌યું. ૨૬મી સપ્ટેમ્બરે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો અને હું કૃતજ્ઞ છું કે આમ થયું. પરંતુ અશક્તિ રહી જ. મારું મગજ જે કહી રહ્યું તેમાં મારી શરીર સાથ નહોતું આપતું અને આ વાતે મને નિરાશ કરી હતી. મને ડર લાગતો હતો કે મારી તાકાત ક્યારેય પાછી નહીં આવે. હું વિચારતી હતી કે શું હું ૨૪ કલાકમાં એક એક્ટિવિટી પણ પૂરી કરી શકીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.