Western Times News

Gujarati News

અભિનેત્રી અદિતિ મલિકે દીકરા સાથે તસવીર શેર કરી

મુંબઈ: ન્યૂ મોમ અદિતિ મલિક તેના માતૃત્વના તબક્કાને માણી રહી છે. મોહિત અને અદિતિને ત્યાં એપ્રિલ મહિનામાં હનુમાન જયંતિના દિવસે દીકરા એકબીરનો જન્મ થયો હતો. કપલ ખૂબ જ ખુશ છે અને પેરેન્ટહૂડને એન્જાેય કરી રહ્યો છે. અદિતિએ નોર્મલ ડિલિવરીની કલ્પના કરી હતી પરંતુ તેના અંતર્જ્‌ઞાનના કારણે તેણે સી-સેક્શનથી ડિલિવરી કરાવવાનું પસંદ કર્યું હતું. અદિતિ મલિક, કે જે પહેલીવાર મમ્મી બની છે તેણે દીકરા એકબીર સાથેની હેપી તસવીર શેર કરી છે અને ડિલિવરીનો અનુભવ શેર કર્યો છે.

એક્ટ્રેસે લખ્યું છે કે, મધરહૂડ ડાયરી, ચેપ્ટર ૧ઃ સી સેક્શન તમારામાંથી ઘણા બધા લોકોએ મને ડિલિવરીનો અનુભવ શેર કરવા માટે કહ્યું હતું. તો હું અહીંયા તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તેથી, હું તમને કહી શકું છું કે, તમારા અંતર્જ્‌ઞાન સાથે જાઓ. એકબીરના જન્મના બે દિવસ પહેલા, હું તેની હલચલ અનુભવી શકતી નહોતી અને મને સહેજ પણ સારું લાગી રહ્યું નહોતું.

મારા ડોક્ટરે કહ્યું હતું કે, બધું ઠીક છે. અમે રાહ જાેઈ શકતા હતા પરંતુ મારું મન, મારું અંતર્જ્‌ઞાને મને કહ્યું હતું કે, કંઈક ખોટું છે. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બાદમાં સી-સેક્શન કરવામાં આવ્યું હતું. ૩૨ વર્ષની આ એક્ટ્રેસે આગળ લખ્યું છે કે, હવે તમે ઘણા લોકો મને જજ કરશો અને કહેશો કે, હું ખોટી હતી, મારે રાહ જાેવી જાેઈતી હતી,

મારી નોર્મલ ડિલિવરી થઈ શકી હોત. મારી નોર્મલ ડિલિવરી થાય તેવું હું પણ ઈચ્છતી હતી. પરંતુ મારા બાળક કરતાં વધારે મહત્વનું કંઈ નહોતું અને મારા અંતર્જ્‌ઞાને મને કહ્યું હતું કે, મારા બાળકને બહાર આવવાની જરૂર છે. એકબીરના ગળાની આસપાસ ગર્ભનાળ હતી, તેથી હું સારું નહોતું અનુભવી રહી તેનો ખુલાસો થયો. તે તેમ છતાં ઠીક હોત પરંતુ હું મારા દિલને જાણું છું અને મારા બાળકની સુરક્ષા માટે તેણે આ દુનિયામાં બહાર આવવાની જરૂર હતી. માતૃત્વનો એક મહિનો થઈ ગયો છે, માતા તરીકે મારી પાસે અંતર્જ્‌ઞાન તરીકેની શ્રેષ્ઠ ગિફ્ટ છે તેવું મારી જાતને કહું છું તેને એક મહિનો. દરેક માતાઓને આમ કરવાની મારી વિનંતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.