Western Times News

Gujarati News

જન્મ દિવસ ઉપર કૃષ્ણા અભિષેકે હાઉસ પાર્ટી યોજી

મુંબઈ: ધ કપિલ શર્મા શો ફેમ કૃષ્ણા અભિષેકે રવિવારે (૩૦ મે) ૩૮મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. બર્થ ડેનું સેલિબ્રેશન તેણે પરિવાર તેમજ મિત્રો સાથે કર્યું હતું. એક્ટર-કોમેડિયનની બર્થ ડે પાર્ટીમાં ખૂબ જ ધમાલ-મસ્તી થઈ હશે તેમ લાગી રહ્યું છે. કૃષ્ણા અભિષેકના બર્થ ડે સેલિબ્રેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પત્ની કાશ્મીરા પતિને કેકનો ટુકડો ખવડાવ્યા બાદ કિસ કરતી જાેવા મળી રહી છે. બાદમાં એક્ટરની બહેન આરતી સિંહ, કાશ્મીરા અને ફ્રેન્ડ હેપી બર્થ ડે સોન્ગ ગાતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં ટીવી કપલ ટિ્‌વન્સ બાળકોની ઝલક પણ જાેવા મળી રહી છે.

કૃષ્ણાની બર્થ-ડે પાર્ટીમાં સૌથી વધારે ધમાલ ભાભી-નણંદ એટલે કે કાશ્મીરા અને આરતી કરી હતી. બંનેએ મિકા સિંહના સોન્ગ ‘સાવન મેં લગ ગઈ’ આગ સોન્ગ પર ડાન્સ કર્યો હતો. વીડિયોમાં કૃષ્ણાને પણ મિત્રો સાથે ડાન્સ કરતો જાેઈ શકાય છે. આરતી સિંહે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કર્યા છે. જેમાં જાેઈ શકાય છે કે, બર્થ ડે બોય ‘પુલ મી અપ કેક લાવવામાં આવી હતી. જેનું કટિંગ તેણે દીકરાઓ સાથે કર્યું હતું. બર્થ ડેના દિવસે કૃષ્ણા અભિષેક માટે પત્નીએ સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી.

કાશ્મીરાએ કૃષ્ણા સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું કે, તમારી જેમ તમારો જીવનસાથી પણ ક્રેઝી હોય તો જીવન વધારે સારું બની જાય છે. તારા ગાંડપણમાં દર વર્ષે ઉજવણી કરીને ખૂબ ખુશ છું. લવ યુ ફોરએવર. આરતી સિંહે પણ ભાઈ સાથેની તસવીરો શેર કરીને તેને બર્થ ડે વિશ કરતાં લખ્યું હતું કે, હેપી બર્થ ડે મારા રોકસ્ટાર ટેલેન્ટેડ કલાકારોમાંથી એક અને અદ્દભુત વ્યક્તિઓમાંથી એક ભગવાન તને દરેક ખુશી અને સફળતા આપે હંમેશા સાથે રહેવા બદલ આભાર ખરાબ સ્થિતિમાં હસાવવા બદલ આભાર લવ યુ અબુ હેપી બર્થ ડે. ગોડ બ્લેસ યુ. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, એક્ટર છેલ્લે કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં જાેવા મળ્યો હતો. જેમાં તેણે ધર્મેન્દ્ર, અક્ષય કુમાર તેમજ જેકી શ્રોફ જેવા એક્ટરની મિમિક્રી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.