૧ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા
નવીદિલ્હી: કોરોનાની સાથે જ સામાન્ય જનતા હાલના સમયમાં મોંઘવારીના માર સામે સંઘર્ષ કરી રહી છે. પેટ્રોલ- ડીઝલની સાથોસાથ ખાદ્ય તેલના ભાવમાં પણ જાેરદાર વૃદ્ધિ થઈ રહી છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ચૂક્યા છે. મે મહિનામાં ૧૮ દિવસમાં જ પેટ્રોલ ૪.૧૭ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. બીજી તરફ ૧૮ દિવસમાં જ ડીઝલના ભાવમાં ૪.૬૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો.આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૭ પૈસા પ્રતિ લીટર, તો બીજી તરફ ડીઝલના ભાવમાં ૨૩ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
દેશના શહેરોમાં પેટ્રોલ રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે તેમાં જયપુરમાં પેટ્રોલ ૧૦૧.૦૨ રૂપિયા અને ડીઝલ ૯૪.૧૯ રૂપિયા પ્રતિ લીટર,રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૫.૫૨ રૂપિયા અને ડીઝલ ૯૮.૩૨ રૂપિયા પ્રતિ લીટર,મધ્ય પ્રદેશના રીવમાં પેટ્રોલ ૧૦૪.૮૨ રૂપિયા અને ડીઝલ ૯૫.૯૫ રૂપિયા પ્રતિ લીટર,મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ ૧૦૫.૧૮ રૂપિયા અને ડીઝલ ૯૬.૨૮ રૂપિયા પ્રતિ લીટર,
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૪.૪૯ રૂપિયા અને ડીઝલ ૮૫.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૧૦૦.૭૨ રૂપિયા અને ડીઝલ ૯૨.૬૯ રૂપિયા પ્રતિ લીટર છે.,ચેન્નઈ- પેટ્રોલ ૯૫.૯૯ રૂપિયા અને ડીઝલ ૯૦.૧૨ રૂપિયા પ્રતિ લીટર છે.,કોલકાતા- પેટ્રોલ ૯૪.૫૦ રૂપિયા અને ડીઝલ ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર છે.