દાણીલીમડામાં ૪ યુવકોએ મળીને ૧ યુવકને ઉતારો મોતને ઘાટ
અમદાવાદ: અમદાવાદમાં ગુનાખોરીની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. શહેરમાં હત્યા જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ નજીવી બાબતે જીવલેણ હુમલો કરતા લોકો અચકાતા નથી. ત્યારે આવામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં ૪ યુવકોએ જીવલેણ હુમલો કરતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે હત્યારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં યુવકની ર્નિમમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.૪ યુવકોએ જીવલેણ હુમલો કરતાં યુવકનું મોત થયું છે.ત્યારે મૃતકની બહેને ૪ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેના પગલે પોલીસને હત્યારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.