ભરૂચના રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવઃ ઈકો ફ્રેડન્લી પ્રતિમાનું વિસર્જન નહિ કરાય
પાવન નદીઓના જળના અભિષેક કરાશે તો માટીની મંગલમૂર્તિનું વાસણમાં વિસર્જન કરાશે |
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવમાં પીઓપીની કે માટીના બદલે નવતર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેનું વિસર્જન કરવામાં નહિ આવે પરંતુ પાવન નદીઓના જળનો અભિષેક કરાશે.
જળ પ્રદૂષણ ની સમસ્યા ના કારણે પીઓપી ની પ્રતિમાઓ ના નદી ના જળ માં વિસર્જન પર પાબંદી ફરમાવવા માં આવી છે.તો આ મુદ્દે પ્રજાજનો માં પણ જાગૃતતા આવી રહી હોય તેમલાંગી રહ્યું છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ભવ્યતાપૂર્ણ ગણેશ મહોત્સવ ની ઉજવણી છેલ્લા કેટલાયે વર્ષોથી કરવામાં આવે છે.
અહીં ના આગેવાન રહીશ કમલેશભાઈ પટેલ અને તેમના મંડળ ના સભ્યો એ જળ પ્રદુષણ અને શ્રીજી વિસર્જન સમયે સર્જાતી સમસ્યા ને ધ્યાન માં લઈ આ વર્ષે પીઓપી ની મૂર્તિ ના સ્થાપિત નહીં કરવાનો નિર્ણય કર્યો અને ફાઈબર ની ગણેશ મૂર્તિ નું સ્થાપન કરવાનો નિર્ણય કર્યો.
આ વર્ષ થી જ ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ નબી ઉજવણી કરવાના ભાગરૂપે ૨૦ ફૂટ થી પણ ઊંચી અને બત્રીસી સિંહાસન પણ બિરાજમાન ગણેશજી ની ફાઈબર ની ભવ્ય મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે.વડોદરા થી આ ફાઈબર ની શ્રીજી પ્રતિમા ભરૂચ ખાતે લાવી તેનો સાંજ સજાવટ અને શણગાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ભરૂચ ના કિરણભાઈ એટલે કે સોમજીભાઈ એ ગણેશ પંડાલ માં ભવ્ય સેટલ ઉભો કર્યો છે.
ભરૂચ માં ગણેશ મહોત્સવ ના પ્રારંભ થી જ રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવ ના ફાઈબર ના ભવ્ય શ્રીજી નું શ્રદ્ધાળુઓ માં આકર્ષણ અને આસ્થા જોવા મળી રહ્યા છે અને પર્યાવરણ જાળવણી માટે ના આ પ્રયાસ ની સરાહના પણ કરી રહ્યા છે. રાધાકૃષ્ણ ના ફાઈબર ના આ શ્રીજી નું વિસર્જન કરવામાં આવનાર નથી પરંતુ ઝાડેશ્વર ચોકડી સુધી વિસર્જન શોભાયાત્રા કાઢી પ્રતિકરૂપે માટી ની મંગલમૂર્તિ નું વાસણ માં જ વિસર્જન કરાશે અને ફાઈબર મૂર્તિ પર પાવન નદીઓ ના જળ નો અભિષેક કરી પુનઃ આગામી વર્ષો માટે તેને રાખવામાં આવનાર છે.જેથી નાણાં નો પણ બચાવ થશે. ભરૂચ ના રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવ પર્યાવરણ ની જાળવણી સાથે ઈકો ફ્રેન્ડલી ફાઈબર ના શ્રીજી અન્યોને પણ અનુકરણ કરે તો નવાઈ નહિ.*