ભરૂચ શહેર અને અન્ય માર્ગોના નવીનીકરણની લોકોની માંગ સાથે કલેકટરને આવેદન
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને તેની આસપાસ ના વિસ્તાર માં માર્ગો ના નવીનીકરણ ની માંગણી સાથે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત રહીશો જોડાયા હતા.
ભરૂચ શહેર સહિત આસપાસના શેરપુરા, કંથારીયા તેમજ આસપાસની સોસાયટીના લોકો એ ઉબડ ખાબડ માર્ગોના નવીનીકરણ ની માંગ સાએ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું।દહેજ બાયપાસ સહીતના રોડ પરથી જીઆઈડીસી ના ભારેખમ વાહનો પણ પસાર થતા હોય અકસ્માતો પણ થતા મોત પણ નિપજ્યા હોવાનું જણાવી રસ્તાનું તાકીદે નવીનીકરણ કરી લાઈટિંગ ની પણ વ્યવસ્થા કરવાની માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે.
આવેદનપત્ર પાઠવતા જીલ્લા કલેકટરે આ મુદ્દે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી પણ ઉચ્ચારી હતી. ભરૂચ શહેરના ઉબડ ખાબડ માર્ગોના મુદ્દે રવિવારના રોજ એક જાગૃત નાગરિકે અનોખો વિરોધ કરી કલેકટર કચેરી પાસેના રોડ પરના ખાડા પાસે કાર ઉભી કરી દેતા પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ કરવા સાથે વહીવટી તંત્રને પણ ઢંઢવ્યુ હતું.
હવે આ મુદ્દે અન્ય લોક્પણ આગળ આવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર સત્વરે ઉબડ ખાબડ રસ્તાઓ ના નવીનીકરણ કરે તે આવશયક છે.*