BRC ભવન દે.બારીયા ખાતે નિવૃત્ત થતાં શિક્ષકો માટે કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) દે.બારીયા, બી.આર.સી.ભવન દેવગઢબારિયા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દાહોદ દ્વારા ૩૧/૫/૨૦૨૧ ના રોજ નિવૃત્ત થતા શિક્ષકોને નિવૃત્તિના લાભો એનાયત કરાતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં કુલ ૫૧ શિક્ષકો વયનિવૃત્ત થયા છે.
જે તમામને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના કુશળ વહીવટ થકી તેમના નિવૃતીવિષયક તમામ લાભો સાધનીક પત્રકો, ફોર્મ ૨૨ તથા હુકમો નિવૃત્ત થતા કુલ છ શિક્ષકોને આ લાભો તથા હુકમો માનનીય મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી શ્રીફળ તથા સાકર સાથે તેમને આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી તમામ શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી તથા શેષ જીવન નિરોગી રહે અને હંમેશા સમાજની સેવા કરતા રહે તેમ જણાવી આ શિક્ષકોને ત્વરિત નિવૃત્તિના લાભો આપવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે સફળ બનાવવા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, જિલ્લા અને સંઘના હોદ્દેદારો તથા બી.આર.સી, સી.આર.સી.કો-ઓર્ડીનેટર હાજર રહી અને સફળ બનાવ્યો હતો તે બદલ ડીપીઈઓ મયુર પારેખએ પણ તમામને શુભેચ્છાઓ આપી હતી.*