Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૦૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા

Files Photo

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ૨૪ કલાકમાં ૧૩૨૭૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા

નવી દિલ્હી: ભારતમાં સતત ૨૦ દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. દર્દીઓના રિકવરી રેટમાં પણ સુધારો થતાં તે ૯૨.૪૮ ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૧ લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ પોઝિટિવિટી રેટ ૬.૫૭ ટકા છે જે સતત ૯ દિવસથી ૧૦ ટકાથી નીચે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૩૨,૭૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૨૦૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૮૩,૦૭,૮૩૨ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૧,૮૫,૪૬,૬૬૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૬૧ લાખ ૭૯ હજાર ૮૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨,૩૧,૪૫૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૭,૯૩,૬૪૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૩૫,૧૦૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ જૂન સુધીમાં ભારતમાં કુલ ૩૫,૦૦,૫૭,૩૩૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના ૨૪ કલાકમાં ૨૦,૧૯,૭૭૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૫૬૧ કેસ નોંધાયા છે

જેની સામે ૪,૮૬૯ દર્દીઓ સાજા થયા છે. આમ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૨૨ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૮૫૫ થયો છે.

રાજ્યમાં સાજા થવાનો દર ૯૫.૨૧ ટકા છે. ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસના કુલ ૨૯૦૧૫ દર્દીઓ એક્ટિવ કેસ છે. જે પૈકીના ૪૭૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૨૮૫૪૩ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં કુલ ૭૭૧૮૬૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે ૯૮૫૫ મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.