બીગ બોસમાં દયાભાભીથી લઈ રિયા સુધીના કલાકારો દેખાશે!
સલમાનના શો બિગ બોસની સિઝન-૧૫માં ગરબા ક્વીન ધમાલ મચાવી શકે છે, રાહુલ બાદ તેની ગર્લફ્રેન્ડ એન્ટ્રી લેશે
મુંબઈ: બિગ બોસની દરેક સિઝન તેના પ્રતિયોગી અને તેમના ઝઘડાઓ, કોન્ટ્રોવર્સીના કારણે લોકોને ખૂબ પસંદ આવતી હોય છે. બિગ બોસની નવી સિઝનમાં કયા કન્ટેસ્ટન્ટ જાેવા મળશે તેને લઈ ફેન્સમાં દર વર્ષે આતુરતા જાેવા મળતી હોય છે. બિગ બોસ સિઝન -૧૪મા રૂબીના દિલેક, રાહુલ વૈદ્ય, રાખી સાવંત, નિક્કી તંબોલી સહિતના કન્ટેસ્ટન્ટે દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું તેવામાં બિગ બોસ સિઝન -૧૫ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે,
અહીં સંભવિત કન્ટેસ્ટન્ટ્સના નામ છે જે બિગ બોસની આવનારી સિઝનમાં જાેવા મળી શકે છે. બિગ બોસ સિઝન ૧૫માં કન્ટેસ્ટન્ટ્સના નામોની કાયમ ચર્ચા રહેતી હોય છે. સૂત્રોનું માનીએ તો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફેમ દયાબહેન એટલે કે દિશા વાકાણી અને અભિનેત્રી રિયા ચક્રવર્તી બિગ બોસની સિઝન-૧૫માં જાેવા મળી શકે છે. આ બંને સિવાય અન્ય સેલેબ્રિટીના નામ પણ ચર્ચામાં આવી રહ્યા છે.
જાેકે આ નામ અંગે ઓફિશિયલી જાહેરાત થઈ નથી. જાેકે, બિગ બોસની સિઝન -૧૫માં દિશા વાકાણી, રિયા ચક્રવર્તી, પાર્થ સમથાન, અનુષ્કા દાંડેકરને અપ્રોચ કરવામાં આવ્યા છે. સુરભી ચંદ્રા, કોમેડિયન કૃષ્ણા અભિષેક, મોહસીન ખાન, નિયા શર્મા જાેવા મળી શકે છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત બાદ રિયા ચક્રવર્તી ખૂબ જ વિવાદમાં રહી હતી. એનસીબીએ ડ્રગ્સ મામલે રિયાની ધરપકડ પણ કરી હતી.
બિગ બોસ સિઝન-૧૪ના રનરઅપ રાહુલ વૈદ્યની ગર્લફ્રેન્ડ ટેલિવિઝન અભિનેત્રી દિશા પરમાર બિગ બોસની સિઝન -૧૫માં જાેવા મળી શકે છે. બિગ બોસમાં આ વખતે સેલેબ્રિટીની સાથે સામાન્ય લોકો પણ જાેવા મળી શકે છે. દિશા વાકાણી, દિવ્યાંકા ત્રિપાઠી અને તેનો પતિ વિવેક દહીયા બિગ બોસની સિઝન-૧૫માં એન્ટરટેઈનમેન્ટનો તડકો લગાવતા જાેવા મળશે.
નિયા શર્મા બિગ બોસના ઘરમાં જાેવા મળશે તો શોમાં ગ્લેમરનો બુસ્ટર ડૉઝ મળશે. ગત વર્ષે આરતીસિંહે ભાગ લીધો હતો અને આ વર્ષે તેનો ભાઈ અને કોમેડિયન કૃષ્ણા અભિષેક પણ બિગ બોસમાં જાેવા મળી શકે છે. નાગીન ફેમ એકટ્રેસ સુરભી ચંદ્રના પણ પોતાનો જલવો બતાવી શકે છે.