પાલનપુર ખાતે એકતા હરિયાલી યાત્રાનું આગમન
(તસ્વીરઃ- ભગવાન સોની, પાલનપુર)
(પ્રતિનિધિ) પાલનપુર, પરમાર્થ નિકેતન આશ્રમ હરીદ્વારથી શરૂ થયેલી આ યાત્રામાં જમીયત ઉલમા હિંદ દિલ્હીથી જાડા ઈએક થઈ દેશભરમાં વૃક્ષારોપણ કરી શાંતિ અને અમનનો સંદેશો આપતા આપતા આ યાત્રા આજે પાલનપુર આવી પહોંચી હતી.
આ અમન એકતા હરીયાલી યાત્રામાં સ્વામી ચિદાનંદ સરસ્વતીજી (પરમાર્થ નિકેતન આશ્રમ- હરિદ્વાર) તથા મૌલાના મહેમૂદ મદની સાહેબ (જમીયત ઉલમા હિંદ- દિલ્હી) પાલનપુર આવી પહોચતા તેમનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું લાયન્સ કલબ ઓફ પાલનપુરના પ્રમુખ લા. નરેન્દ્રભાઈ પટેલ તથા કલબના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો, મૌલાના અબ્દુલ કુદુસ સાહેબે (ગુજરાત- ઉપપ્રમુખ) (જમીયત ઉલેમા હિંદ) પૂજય સ્વામીજીને શાલ ઓઢાડી સન્માન કર્યું. મૌલાના હકીમુદ્દીન કાશ્મી (સેક્રટરી જમીયત ઉલેમા હિંદ) કુરેશી અતીકુરહેમાન (જમીયત ઉલેમા હિંદ (ગુજરાત સેક્રેટરી) તથા મુસ્લિમ સમાજના ભાઈઓ આગેવાનો આ યાત્રાનું સમાપન પાલનપુર ખાતે મહાનુભાવોને સન્માન પત્ર અર્પણ કરીને કરવામાં આવ્યું. શહેરના જાણીતા તબીબ ડો. સુરેન્દ્ર ગુપ્તાએ સ્વામીજી અને મૌલાના સાહેબ તથા યાત્રામાં જાડાયેલા ભાઈઓ તેમજ યાત્રાનું આયોજન કરનારા ભાઈઓનુ દિલથી સ્વાગત કર્યુ અને શુભેચ્છાઓ પાઠવી.*