તારા સુતારિયા ટુંક સમયમા તડપનુ શુટિંગ કરવા ઇચ્છુક
મુંબઇ, ફિલ્મમાં નવી ઉભરતી સ્ટાર તારા સુતારિયા પોતાની નવી ફિલ્મનુ શુટિંગ કરવા માટે તૈયાર છે. તારા મસુરીમાં પોતાની આગામી ફિલ્મનુ શુટિંગ આગામી મહિનામાં શરૂ કરશે. કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી લીધા બાદ તેની પાસે કેટલીક ફિલ્મો આવી રહી છે. તે હવે પોતાની બીજી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ નામ હાલમાં તડપ રાખવામાં આવ્યુ છે.
આ ફિલ્મને લઇને તારા ભારે આશાવાદી દેખાઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન બોલિવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. ફિલ્મનુ શુટિંગ ઓક્ટોબરમાં મસુરી ખાતે શરૂ થનાર છે. ઉલ્લેખનીય છે કે તડપ તેલુગુ હિટ ફિલ્મ આરએક્સ ૧૦૦ની હિન્દી રીમેક ફિલ્મ છે. ફિલ્મનુ નિર્દેશન મિલન લુથારિયા કરી રહ્યા છે. સાજિદ નડિયાદવાળા આ ફિલ્મનુ નિર્માણ કરવા જઇ રહ્યા છે.
આ ફિલ્મ મારફતે વધુ એક સ્ટાર કિડ્સની એન્ટ્રી થઇ રહી છે. ફિલ્મમાં તારાની સાથે અન્ય જે કલાકારો કામ કરી રહ્યા છે તે અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. અહાન બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે જેથી ફિલ્મને સફળ કરવા માટે ફિલ્મમાં તમામ મશાલા ઉમેરી દેવા માટે તૈયાર છે. ફિલ્મના નિર્માતા નિર્દેશકો ખુબ મહેનત કરી રહ્યા છે. કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ તેની ચર્ચા રહી હતી. જા કે ફિલ્મ બોક્સ ઓફિસ પર મુળ ફિલ્મ જેટલી સફળ રહી ન હતી. જેથી ફિલ્મના સહાયક લોકો નિરાશ થયા હતા. જો કે કલાકારોને ફિલ્મો મળી રહી છે. તારા પાસે અન્ય ફિલ્મની ઓફર પણ આવી રહી છે. જા કે તે સંબંધમાં તારા હાલમાં મૌન છે. તારાની સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં ચન્કી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેએ પણ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પાસે પણ હાલ કેટલીક ફિલ્મો છે.