જૂન મહીનામાં કુલ ૯ દિવસ બેંકમાં કામકાજ થશે નહીં

પ્રતિકાત્મક
મુંબઇ: કોરોના મહામારીમાં જાે તમે પણ બેંકના ખાસ કામે જવાનું વિચારી રહ્યા છો તો તમારે જાણી લેવું જાેઈએ કે આ મહિને એટલે કે જૂનમાં કુલ ૯ દિવસ બેંકમાં રજા રહેશે. તો જાણો આ દિવસો કયા છે અને કયા કારણે રજા રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) તરફથી બેંકની રજાઓની યાદી જાહેર થાય છે. તેમાં રાજ્યના હિસાબથી તમામ બેંકોની રજાઓ નક્કી થાય છે.
આરબીઆઇ તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓ મુજબ, સાપ્તાહિક રજાઓ અને હોલિડે મળીને જૂન મહિનામાં કુલ ૯ દિવસ બેંકો બંધ રહેશે. જૂન મહિનામાં આ વખતે કોઈ મોટો તહેવાર નથી, જેથી સાપ્તાહિક રજા ઉપરાંત માત્ર ૩ સ્થાનિક તહેવારો છે, જે દિવસે જે-તે રાજ્યમાં બેંકો બંધ રહેશે.
બેંકની રજાઓનું લિસ્ટ જાેઇએ તો ૬ જૂન- રવિવાર,૧૨ જૂન- બીજાે શનિવાર,૧૩ જૂન- રવિવાર અને મિથુન સંક્રાંતિ તથા રજ પર્વ (ઇઝવાલ-મિઝોરમ, ભુવેશ્વરમાં બેંકો બંધ રહેશે),૨૦ જૂન- રવિવાર,૨૫ જૂન- ગુરુ હરગોવિંદજીની જયંતી (જમ્મુ અને શ્રીનગરની બેંકો બંધ રહેશે ),૨૬ જૂન- ચોથો શનિવાર,૨૭ જૂન- રવિવાર,૩૦ જૂન- રેમના ની (માત્ર ઇઝવાલમાં બેંકો બંધ રહેશે)