વાલિયાના કોંઢ ગામે આવેલ જવેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી શટર તોડી અપાયો ચોરીને અંજામ
સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામે આવેલ અંબિકા જવેલર્સની દુકાનને રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવી શટર તોડી રૂપિયા બે લાખ થી વધુનો હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે.જોકે ઈકો ગાડી માં આવી ચોરીને અંજામ આપનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા હતા.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના કોંઢ ગામ ખાતે આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનમાં ઈકો કાર લઈ આવેલા અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના સહિતની ૨ લાખ ઊપરાંત ની વસ્તુઓની ચોરી કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.તસ્કરોએ શટર તોડીને દુકાનમાંથી ઘરેણાં સહિતની વસ્તુઓ ઉપર હાથફેરો કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે તસ્કરોની તમામ કરતૂતો નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ચોરી કરવા આવેલ અજાણ્યા તસ્કરો સામે પોલીસે ફૂટેજની મદદ મેળવી મામલા અંગે વાલિયા પોલીસે ગુન્હો નોંધી તપાસ ના ચક્ર ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં તસ્કરોનો તરખાટ શહેરો કરતા ગામડાઓ માં વધારે દેખાય રહ્યું હોય તેમ જણાયી રહ્યું છે તાજેતર માં જ ઝઘડિયા,નેત્રંગ,વાલિયા પંથક માં ઘરફોડ ચોરીના બનાવો માં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.જે પોલીસ માટે પડકારજનક કહી શકાય.