કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા ઉલટીથી ૬ લોકોના મોત
સુરત: કામરેજ ના કઠોર ગામે વિવેક નગર કોલોની જે આદિવાસી વિસ્તાર છે. ત્યાં ગઈકાલ થી ઝાડા તેમજ ઉલટી ના ૬૦ થી વધુ કેશો સામે આવ્યા છે. તમામ લોકો ને કઠોર રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. કુલ ૬ જેટલા લોકો ને મોત થઇ ચુક્યા છે. જે પેકી ૫ લોકો વયસ્ક છે. અને એક બાળક નું મોત થયું છે. ઘટના ને લઇ સમગ્ર વિસ્તાર માં ભારે હડકંપ મચી ગયો હતો. પીવાના પાણી ની લાઈન અને ગટર ની લાઈન મિક્ષ થતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જાે કે સ્થાનિકો ધ્વારા વારંવાર ગટર સાફ સફાઈ મુદ્દે એસએમસીમાં ફરિયાદ પણ કરવામા આવી હતી પરંતુ જ્યારથી ગામનું એસએમસીમાં સમાવેશ થયો છે ત્યાર થી ગામ જાણે અનાથ બની ગયું હોઈ એમ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
જાેકે કઠોર ગામે બનેલી ગંભીર ઘટના ને લઇ એસ એમ સી દોડતું થયું હતું અને વહેલી સવાર થી જ એસએમસી ના ડ્રેનેજ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની ટીમે કઠોર ગામે વિવેક નગર કોલોનીમાં ધામા નાખ્યા હતા અને ગામ ની તમામ અંદર ગ્રાઉન્ડ ગટરો તેમજ પાણીની પાઈપ લાઈનમાં સાફસફાઈ હાથ ધરી હતી. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘરોમાં ક્લોરીનની ટેબ્લેટ તેમજ ઓઆરસી પાવડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.