લખનૌમાં ૪ સગાભાઈ સહિત પરિવારના ૮ સભ્ય ૨૪ દિવસમાં જ મૃત્યુ પામ્યા
લખનૌ, કોરોનાની બીજી લહેર એટલી જીવલેણ છે કે, તેણે કોઈ વૃદ્ધનો વૃદ્ધાવસ્થાનો સહારો છીનવી લીધો, કોઈના દીકરાને અનાથ બનાવ્યો, કોઈનો સુહાગ જતો રહ્યો, કોઈનાથી હાથમાં રાખડી બાંધતી બહેન તો કોઈના રક્ષા કરનાર ભાઈને છીનવી લીધો. આવો જ એક પરિવાર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌને અડીને આવેલા ઇમાલિયા પૂર્વા ગામમાં છે, જેમણે કોરોના કાળમાં પોતાનું બધું ગુમાવી દીધું. થોડા જ દિવસો અંતરમાં કોરોનાની ઝપેટમાં આવતા ૪ પુત્રો, ૨ બહેનો, માતા અને મોટી બાએ દમ તોડી દીધો.
ગામમાં રહેતા ઓમકાર પરિવાર પર એવી આફત આવી કે થોડો દિવસોમાં જ બધી ખુશીઓ બરબાદ થઈ ગઈ. જ્યાં થોડા મહિના પહેલા દરેક જણ હસતાં હસતાં આ પરિવારમાં સાથે મળીને ખુશીની ઉજવણી કરતા હતા, થોડા જ દિવસોમાં ૮ લોકોનાં મોતથી પરિવારમાંથી જીવનની ખુશી છીનવાઇ ગઈ.
એક જ ઘરમાં મહિલા વિધવા બની, હવે તેમને સહારો કોણ આપશે તે વિચારીને ઓમકાર યાદવ રડવા લાગે છે. ઓમકાર યાદવ કહે છે કે આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો.