બાળકો પોસ્ટ કોવિડ સમસ્યાનો શિકાર બની રહ્યા છે
પોસ્ટ કોવિડમાં બાળકોને હાર્ટ, લિવર, કિડની, ફેફસા, બ્રેન, ફીવર, પેટમાં દુખાવા સાથે જાેડાયેલી સમસ્યા થઈ રહી છે
નવી દિલ્લી: પોસ્ટ કોવિડમાં બાળકોને હાર્ટ, લિવર, કિડની, ફેફસા, બ્રેન, ફીવર, પેટમાં દુખાવા સાથે જાેડાયેલી સમસ્યા થઈ રહી છે. ત્યારે વયસ્કોની સરખામણીએ તેમને એડવાન્સ પ્રકારની સારવારની જરુર છે. કોરોનાથી રિકવર થયાના ૩થી ૪ અઠવાડિયા બાદ બાળકોમાં આ પ્રકારની હેરાનગતિ જાેવા મળી રહી છે. સર ગંગારમ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડો. ધીરેન ગુપ્તા જણાવે છે કે પોસ્ટ કોવિડમાં ઘણા બાળકોને હાર્ટ, લિવર, કિડની અને શરીરના અન્ય ભાગો સાથે જાેડાયેલી સમસ્યા થઈ રહી છે.
બાળકોને તાવ આવે છે. તાવના કારણે હાર્ટ, લિવર, કિડની, ફેફસા, બ્રેન સહિત અનેક અંગ પર અસર થાય છે. આને મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેટ્રી સિંડ્રોમ (એમઆઈએસ-સી) કહેવામાં આવે છે. આ મોટાભાગે ૫થી ૧૫ વર્ષના બાળકોમાં જાેવા મળે છે. ડો. ગુપ્તાનું કહેવુ છે કે આમ તો તે હજારમાંથી એક બાળકોમાં હોય છે પરંતુ જેમને થાય છે તેમને આઈસીયુની જરુર પડે છે. ગત ૧૦ દિવસોમાં હોસ્પિટલમાં ૨૫થી ૩૦ બાળકો દાખલ થયા તેમણે કહ્યું કે ૫૦ ટકા બાળકો એવા હોય છે.
જેમને હાર્ટ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા થાય છે. આ બાદ કોઈ બાળકના ફેંફસાને કોઈનાં બ્રેન પર અસર પહોંચે છે. સારી વાત એ છે કે જાે સમય પર આની ઓળખ કરવામાં આવે તો બાળક સાજા થઈ જાય છે. આનાથી થનારો મૃત્યુદર ઘણો ઓછો છે. ગત ૧૦ દિવસોમાં હોસ્પિટલમાં ૨૫થી ૩૦ બાળકો દાખલ થયા છે. જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. ડો. ગુપ્તાનું કહેવું છે કે ગત વર્ષ તેમને મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લામેટ્રી સિંડ્રોમના ૧૨૦ બાળકોની સારવાર કરી હતી. જેમાંથી ફક્ત એક બાળકીનું મોત થયુ હતુ.
બાકી તમામ રિકવર થઈને ઘરે ગયા હતા. જેમાંથી મૃત્યુદર ૧૦ ટકા અથવા તેનાથી પણ ઓછુ છે. જે બાળકોમાં આ સિંડ્રોમ છે તેમને વયસ્કોની સરખામણીએ એડવાન્સ સારવારની જરુર છે. બાળકોને આઈસીયુમાં રાખવા પડે છે તેમના બ્લડ પ્રેશરથી લઈને હાર્ટ બિટ પર નજર રાખવી પડે છે.