Western Times News

Gujarati News

દિગ્ગજ ક્રિકેટર હર્ષલ ગિબ્સ ગાંજાે ફૂંકતા ઝડપાયો હતો

હર્ષલ ગિબ્સે દારૂના નશામાં ૧૨ માર્ચ ૨૦૦૬ના રોજ જાેહાનિસબર્ગના સ્ટેડિયમમાં ઇતિહાસ રચી દીધો હતો

નવી દિલ્લી: હાલમાં જ એક ક્રિકેટર છે કે જેણે ૮ બોલમાં ૬ છગ્ગા માર્યા હતા તે ગાંજાે ફૂંકતા ઝડપાયો છે. હવે આ વાત બહાર આવતા ફેન્સ નિરાશ થયા છે. હર્ષલ ગિબ્સનું નામ તો તમે સાંભળ્યું જ હશે, ક્રિકેટ જગતનો દિગ્ગજ ખેલાડી કે જે પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન મોટા વિવાદોનો હિસ્સો રહ્યો છે. વર્ષ ૨૦૦૧માં હર્ષલ ગિબ્સ રૂમમાં ગાંજાે પિતા ઝડપાયો હતો. ગિબ્સના નામે ખુબ મોટા રેકોર્ડ છે. વર્ષ ૨૦૦૧માં શૉન પોલૉકની કપ્તાનીમાં સાઉથ આફ્રીકી ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર હતી. ૧૧ મેની રાત્રે હર્ષલ ગાંજાે ફૂંકતા ઝડપાયો હતો. ગિબ્સ સાથે તેના સાથી ખેલાડી રોજર, પોલ એડમ્સ, જસ્ટિન કેમ્પ અને આંદ્રે નેલ પણ સામેલ હતા. આટલું જ નહી ખેલાડીઓની સાથે સાથે ટીમના કોચ પણ તેમાં સામેલ હતા. સાઉથ આફ્રીકા ટીમના તત્કાલીન ફીઝીયો ક્રેગ સ્મિથ પણ આ મહેફીલનો હિસ્સો હતો.

બાદમાં ક્રિકેટ સાઉથ આફ્રીકાએ હર્ષલ ગિબ્સ સહીત ટીમ પર કાર્યવાહી કરતા ૧૦ હજાર સાઉથ આફ્રીકન રેન્ડનો દંડ ફટકાર્યો હતો. તે સિવાય હર્ષલ ગિબ્સ ફિક્સીંગમાં પણ ફસાયો હતો. વર્ષ ૨૦૦૦માં ગિબ્સને ૬ મહિના માટે સસપેન્ડ પણ કરવામાં આવ્યો હતો. હર્ષલે દારૂના નશામાં ૧૨ માર્ચ ૨૦૦૬ના રોજ જાેહાનિસબર્ગના સ્ટેડીયમમાં ઇતિહાસ રચી દીધો હતો. આફ્રીકાએ વન ડે ઇતિહાસનું સૌથી મોટું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કર્યુ હતુ. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૪૩૪ રન બનાવી દીધા હતા.

તે વખતનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. ત્યારે કોઇએ વિચાર્યુ પણ નહોતું કે આટલા મોટા સ્કોરને કોઇ પાર કરી શકે છે. દક્ષિણ આફ્રીકાની આ જીતનો હીરો હર્ષલ ગિબ્સ હતો જેણે ૧૧૧ બોલમાં ૧૭૫ રન માર્યા હતા. દર્શકોને આ અવિશ્વસનીય ઇનીંગ લાગી હતી. આ ઇનીંગમાં ૨૧ ચોગ્ગા અને ૭ છગ્ગા મારી દીધા હતા. ગિબ્સે પોતે ખુલાસો કર્યો હતો કે તે નશાની હાલતમાં હતો.

પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટર માઇક હસીએ પોતાની બૂકમાં આ વિશે લખ્યું છે. તેણે કહ્યું કે ઉંઘતા પહેલા મે હોટલના રૂમની બહાર જાેયુ ત્યારે ગિબ્સ ત્યાં જ હતો. સવારે નાસ્તા માટે ગયા ત્યારે તે નશાની હાલતમાં હતો. હર્ષલ ગિબ્સ એકમાત્ર પ્લેયર છે કે જેણે વન ડેમાં ૬ બોલ પર ૬ સિક્સ મારી હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.