પંજાબ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન માટે ઉઠેલુ તોફાન હજું પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યુ

ચંડીગઢ: પાર્ટીના કેપ્ટન અમરિંદર સિંહના વિરોધમાં ઉઠેલા સ્વરોને દબાવવા માટે ૩ સભ્યોની કમિટીનું ગઠન કર્યુ તો ૨ ડઝનથી વધારે નેતાઓ અને ધારાસભ્યોએ કેપ્ટનની વિરુદ્ધ ફરિયાદનું પોટલુ ખોલ્યુ. ધારાસભ્યો અને મંત્રીઓએ સીએમ પર દલિતો અને પછાતોને નજર અંદાજ કર્યાનો આરોપ લગાવ્યો છે. સાથે ચૂંટણી વાયદાની નિષ્ફળતા તેમજ સૌથી મહત્વનો મુદ્દો ધાર્મિક ગ્રંથોના અપમાનનો છે. કેપ્ટન સરકાર આ મામલાની તપાસને લઈને બેકફૂટ પર છે. બીજી તરફ પાર્ટી હાઈકમાન અને અમરિંદર સિહે પોતે સરકાર અને પાર્ટીની સાખ બચાવવા માટે ડેમેઝ કન્ટ્રોલ શરુ તો કર્યુ પણ તેમના પર સવાલ ઉભા થયા.
આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ડર્ઝનથી વધારે ધારાસભ્યોના સંપર્કમાં હતા અને સમગ્ર મામલા પર નજર રાખેલી હતી. પરંતુ વિવાદ ઉકેલાતો જાેવા નથી મળી રહ્યો. ૩ દિવસ સુધી મંત્રીઓ અને ધારાસભ્યોએ મળ્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા ૩ સભ્યોની સમિતિ પોતાની રિપોર્ટ હાઈકમાનને સોંપશે. પાર્ટી સૂત્રોના જણાવ્યાનુસાર કેપ્ટનની કેબિનેટમાં ૨ ઉપમુખ્યમંત્રી બનાવવાનો ફોર્મૂલા સુચવી શકાય છે. જેમાં એક દલિત વર્ગથી હોય.
ત્યારે પંજાબ કોંગ્રેસ પ્રધાનની ચૂંટણી પણ લંબિત છે. કેપ્ટન વિરોધી આ પર પણ નજર ટેકવીને બેઠા છે. પરંતુ પાર્ટી સામે સૌથી મોટી સમસ્યા એક એવા ચહેરાને શોધવાની છે જે બન્ને પક્ષોને મંજૂર હોય.
કુલ મળીને કોંગ્રેસ યુનિટમાં નેતૃત્વ પરિવર્તનના સૂર ઉઠ્યા છે. પણ કેપ્ટનનો કિલ્લો ધ્વસ્થ કરવો સરળ નથી કેમ કે પાર્ટીના વધારે ધારાસભ્યો તેમના પક્ષમાં છે. આ વિખવાદ એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના ૮ મહિના બાકી છે. એક તરફ કોરોના છે. ત્યારે આ તમામનો ફાયદો ઉઠાવવા ભાજપ તૈયાર બેઠુ છે. ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસ વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી અમરિંદર સિંહના નેતૃત્વમાં લડશે કે નહીં.