રાજસ્થાનમાં બેઠક દરમિયાન રસીને લઈને CMની સામે જ બે મંત્રી બાઝી પડ્યા
જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં બુધવારે મંત્રી પરિષદની બેઠક થઈ હતી. જેમાં કોરોનાની રસી ઉપરાંત બોર્ડ પરિક્ષાઓ અને નિરાશ્રિત બાળકો માટે રાહત પેકેજની જાહેરાતને લઈને ચર્ચા થઈ. જાે કે બેઠક દરમિયાન રસી અભિયાનને લઈને સીએમ ગહેલોતની સામે જ બે મંત્રી બાઝી પડ્યા જેની ઘણી ચર્ચા થઈ રહી છે.
કેબિનેટ બેઠકમાં ફ્રી રસીકરણ અભિયાનને લઈને રાજસ્થાનના શિક્ષા મંત્રી તથા કોંગ્રેસના પ્રેદશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા અને શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલ એકબીજા સાથે બાઝી પડ્યા હતા. આ દરમિયાન અશોક ગહેલોત આ ઝઘડાને જાેતા રહ્યા હતા. મનાઈ રહ્યુ છે કે બન્નેની વચ્ચે બબાલ એટલી હદે વધી ગઈ હતી કે બેઠક બાદ બહાર નીકળીને પણ બન્ને નેતા ફરી ઝઘડ્યા હતા.
એક ન્યૂઝ ચેનલ રિપોર્ટ અનુસાર ગોવિંદ સિંહ ડોટાસરા ફ્રી રસીકરણ અભિયાનને લઈને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને આવેદન કરવા અંગે વાત કરી રહ્યા હતા. જેનો શાંતી ધારીવાલે વિરોધ કર્યો અને સીધુ રાષ્ટ્રપતિને આવેદન મોકલવાનો પ્રસ્તાવ મુક્યો. તેમણે કહ્યુ કે કલેક્ટરને આવેદન આપીને શું કરશો? તેના પર ડોટાસરાએ કહ્યુ કે રાષ્ટ્રપતિને આપીને પણ શું કરી લેશો?
જાણકારી મુજબ કેબિનેટ બેઠકમાં દલીલ બાદ ગોવિંદ સિંહ ડોટાસરા જવા માટે ઉઠ્યા તો તેમને સીએમ અશોક ગહેલોતે શાંત કર્યા અને કહ્યુ એકબીજા સાથે ઝઘડો ન કરતા તમે વાત પુરી કરો. દલીલ દરમિયાન બન્ને વચ્ચે વિવાદ એટલો વધી ગયો હતો કે વાત એક બીજાને જાેઈ લેવાની ધમકી સુધી પહોંચી ગઈ. શાંતિ ધારીવાલે ગોવિંદ સિંહ ડોટાસરાને ત્યાં સુધી કહ્યુ કે જે બગાડવું હોય તે બગાડી દેજે મે ઘણા અધ્યક્ષ જાેયા.