રાજ્યમાં સંક્રમણ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યું છે
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં રસીકરણ પણ ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ૧,૭૫,૩૫૯ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ વધીને ૯૫.૭૮ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૧૨૦૭ કેસ નોંધાયા છે. જ્યારે ૩૦૧૮ દર્દી આજના દિવસમાં સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૭,૭૮,૯૭૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જાે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો ૨૪,૪૦૪ કોરોનાનાં કેસ છે. ૪૨૯ લોકો વેન્ટિલેટર પર છે. ૨૩૯૭૫ લોકો સ્ટેબલ છે. ૭,૭૮,૯૭૬ લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. આજે કોરોનાને કારણે કુલ ૧૭ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૯૮૯૦ લોકોનાં મોત નિપજ્યાં છે.
જાે રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૪૨૬૧ ને પ્રથમ ડોઝ અને ૪૨૮૭ લોકોને બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારે ઉંમરના ૪૩૦૮૨ લોકોને પ્રથમ અને ૨૫૪૪૧ લોકોને બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષનાં ૯૮૨૮૮ લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં ૧,૭૫,૩૫૯ લોકોને રસી અપાઇ હતી.