GTPL હેથવેએ વોટ્સએપ-આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સેવા લોન્ચ કર્યુ
જીટીપીએલ હેથવેએ લોન્ચ કર્યું ‘જીવા’ – જીટીપીએલ ઈન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ
ગ્રાહકો સાથે વધુ મજબૂત જોડાણ માટે વોટ્સએપના ઉપયોગથી લોન્ચ કરાયું ઉદ્યોગનું સૌપ્રથમ સોલ્યુશન
અમદાવાદ, ભારતની અગ્રણી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર જીટીપીએલ હેથવે લિમિટેડે (જીટીપીએલ) તેના વર્તમાન અને સંભવિત ગ્રાહકો માટે વોટ્સએપ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જીટીપેલ ઈન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ જીવા લોન્ચ કર્યાની આજે જાહેરાત કરી છે.
જીટીપીએલ એ ઉદ્યોગમાં પ્રથમ એમએસઓ (મલ્ટી-સિસ્ટમ ઓપરેટર) છે જેણે ઈન્ટરેક્ટિવ વોટ્સએપ-આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સેવા રજૂ કરી છે. જીવા કેબલ ટીવી, બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઈઝ સેગમેન્ટ્સમાં વિવિધ અને સતત વધી રહેલા જીટીપીએલ ગ્રાહકોને સેવા પૂરી પાડશે.
જીવા એ જીટીપીએલના હાલના ગ્રાહકોની સુગમતા માટે ડિઝાઈન કરી છે જેઓ તેમના એકાઉન્ટનું સ્ટેટસ જાણી શકશે અને પોતાના સબસ્ક્રીપ્શન પ્લાન્સ રિન્યૂ કરી શકશે. જીવાની મદદથી ગ્રાહકો સાતેય દિવસ ચોવીસ કલાક પોતાના સવાલો, વિનંતી રજૂ કરી શકશે અને ફરિયાદો પણ દાખલ કરી શકશે. આ ઉપરાંત, જીવાની સેલ્ફ-હેલ્પ સેક્શનથી ગ્રાહકો નાની-નાની સમસ્યાઓનું તેમની જાતે જ નિરાકરણ લાવી શકશે.
કેબલ ટીવી, બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઈઝ સેગમેન્ટ્સમાં સંભવિત ગ્રાહકો જીવા દ્વારા નવા કનેક્શન મેળવી શકશે. જીવા કેબલ ટીવી સર્વિસીઝ માટે વિવિધ સબસ્ક્રીપ્શન પેક્સ અને જીટીપીએલ દ્વારા પૂરા પડાતી બ્રોડબેન્ડ સર્વિસીઝ માટે પ્લાન્સ અને ઓફર્સની માહિતી પૂરી પાડશે.
જીવાના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતાં જીટીપીએલ હેથવેના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જીવાના લોન્ચિંગ સાથે પોતાના મૂલ્ય પ્રસ્તાવને મજબૂત બનાવતા જીટીપીએલ ગર્વ અનુભવે છે. સતત વિસ્તરી રહેલા કેબલ ટીવી, બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઈઝ ગ્રાહક વર્ગ માટે તેમનો અનુભવ વધુ શ્રેષ્ઠ બનાવવા અર્થે ટેક્નોલોજીમાં રોકાણની ફિલોસોફીને આગળ ધપાવતાં અમે ઉદ્યોગમાં સર્વપ્રથમ પહેલ હાથ ધરી છે. અમને વિશ્વાસ છે કે જીવા હાલના અને સંભવિત એમ બંને પ્રકારના ગ્રાહકો માટે સંતોષજનક ગ્રાહક અનુભવ પૂરો પાડશે.