બાયડ તાલુકામાં પોલીસને તસ્કરોનો વધુ એક પડકારઃસાઠંબા હાઈસ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા

બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતાં પ્રજા ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. હજુ બે દિવસ અગાઉ સતકૈવલ રેસીડેન્સીમાં તસ્કરો હાથફેરો કરી ગયાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં સાઠંબા હાઈસ્કૂલમાં તસ્કર ટોળકીએ આતંક મચાવ્યાના અહેવાલે સાઠંબા પોલીસની ફરી એક વાર નાકામી સાબિત થઈ છે સાઠંબા પોલીસ મથકે સાઠંબા ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત સાઠંબા હાઈસ્કુલના પ્રાથમિક વિભાગના આચાર્ય વિપુલભાઈ જશુંભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,
તા. સાતમી જુનના રોજ ઉનાળું વેકેશન પૂર્ણ થતું હોઈ પહેલી જુનના રોજ હાઈસ્કૂલમાં રૂમોની ચાવી આપીને સફાઈ કરવા મોકલ્યા ત્યારે તેઓએ પરત આવી જણાવેલ કે, ચાર રૂમોનાં તાળાં તુટેલા છે અને તે રૂમમાં સિલિંગ ફેન નથી. હકિકત જાણી આચાર્ય અને ક્લાર્કે રૂમોની તપાસ કરતા કુલ આઠ પંખાની ચોરી થયાનું માલુમ પડયું હતું.
જેથી અમો ફરિયાદી તથા ક્લાર્કે દરેક રૂમમાં સીસીટીવી કેમેરા લગાવેલ હોઈ ઓફિસમાં જઈ સીસીટીવી ફુટેજ ચેક કરતાં તારીખ ૨૨,માર્ચના રોજ દિવસના પાંચથી છ ના સમય વચ્ચે એક ઈસમ આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરનો ચાલુ હાલતના પંખા ઉતારી ચોરી કરી બારણાંમાંથી બહાર નિકળતો જણાઈ આવતો હતો. કુલ સીલિંગ પંખા નંગ-૮. કુલ કિંમત રૂપિયા ૫૬૦૦/- ના ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પંખા ની તસ્કરી કરનાર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
દિલીપ પુરોહિત બાયડ