આગામી વર્ષોમાં વિશ્વભરમાં બેરોજગારી હાહાકાર મચાવશે : સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્રસંઘ: સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મહામારીના કારણે દુનિયામાં બેરોજગારીનું મોટું સંકટ સર્જાશે. ૨૦૨૩ સુધીમાં ૨૦.૫ કરોડ નવા બેરોજગારો પેદા થાય તેવી દહેશત વ્યક્ત થઈ હતી.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંસૃથાના ચિંતાજનક અહેવાલમાં કહેવાયું હતું કે રોજગારી અને રાષ્ટ્રીય આવકની બાબતમાં બધા જ દેશોનો રેકોર્ડ દોઢ વર્ષમાં અતિશય કથળી ગયો છે. આવો જ ટ્રેન્ડ રહેશે તો બધા જ દેશોમાં બેરોજગારીનું સંકટ વિકરાળ બની જશે.
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના ટિ્વટર એકાઉન્ટમાંથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ આંકડા રજૂ કરીને બેરોજગારીની સમસ્યા દર્શાવવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે ૨૦૨૩ સુધીમાં દુનિયામાં ૨૦.૫ કરોડ લોકો બેરોજગાર બની જશે. અત્યારે જ દુનિયામાં ૧૦ કરોડ કરતાં વધુ લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
વર્લ્ડ એમ્પલોઈમેન્ટ એન્ડ સોશિયલ આઉટલૂક ઃ ટ્રેન્ડ્સ ૨૦૨૧ રીપોર્ટમાં કહેવાયું હતું કે જાે મહામારી ત્રાટકી ન હોત તો દુનિયામાં ૨૦૨૦-૨૧ના વર્ષમાં ૩૦ કરોડ જેટલાં લોકો માટે નવી રોજગારીની તકો સર્જાવાની હતી.
કોરોના મહામારીએ દુનિયામાં હાહાકાર મચાવ્યો તેના કારણે ૩૦ કરોડ રોજગારી સર્જાવાને બદલે ૧૦ કરોડ બેરોજગારો પેદા થયા હતા. યુએનની એજન્સીએ કહ્યું હતું કે મહામારીની અસર આ આખા દશકા પર પડશે. ૨૦૨૦માં કુલ કામકાજના સમયમાં ૮.૮ ટકાનો ઘટાડો થયો હતો. એટલે કે ૨૫.૫ કરોડ લોકો એક વર્ષ સુધી કામ કરે એટલી કલાકો વેડફાઈ ગઈ છે. એ ખોટની ભરપાઈ થતાં વર્ષો નીકળી જશે.
અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મહામારીના કારણે અસંગઠિત ક્ષેત્રના ૨૦૦ કરોડ જેટલાં મજૂરો, મહિલાઓ અને યુવાનોની રોજગારી પર પણ ગંભીર અસર થઈ છે. આ કરોડો લોકોની દરરોજની રોજગારી અનિયમિત થઈ ગઈ હોવાથી તેમને ગંભીર આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે.
૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટરમાં દુનિયામાં લગભગ ૧૪ કરોડ નોકરિયાતો પર નોકરી ગુમાવવાનું જાેખમ ખડું થયું હતું. બીજા ક્વાર્ટરમાં ૧૨.૭ કરોડ લોકો નોકરી બચાવવા ઝઝૂમી રહ્યા છે. યુએનની એજન્સીએ કહ્યું હતું કે માત્ર હેલૃથની બાબતમાં કોરોના પર કાબૂ મેળવવો એ જ લક્ષ્?યાંક ન હોવો જાેઈએ. આર્થિક રીતે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરીને રોજગારી સર્જવા પગલાં લેવા જરૂરી છે.