કાગડાપીઠમાં માતાનાં પ્રેમીએ દિકરીની સાથે છેડતી કરતાં પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ) અમદાવાદ : કાગઠાપીઠમાં એક વિધવા મહીલા અને તેના પરિવારનો પીછો કરી તેમની સાથે ઝઘડો કરતા મહીલાએ પોતાના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. દિપીકાબેન ઠાકોર (આંબાવાડી) ના પતિ દિલીપભાઈ ચારેક વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા બાદ તેમને નિમેષ નટવરલાલ લેઉવા (બહેરામપુરા) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો જાકે બાદમાં દિપીકાબેને પ્રેમસંબંધ તોડી નાખ્યા છતાં નિમેષ વારંવાર તેમનો પીછો કરી હેરાન કરતો હતો જે અંગે દિપીકાબેને નિમેષ વિરૂધ્ધ મહીલા તથા એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવી હતી. બાદમાં માફીપત્ર લખી નિમેષ છુટી ગયો હતો.
ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ સંતાનો સાથે કાંકરીયા ગયેલી દિપીકાબેનનો પીછો કરી નિમેષે તેમની ૧૯ વર્ષીય પુત્રીની છેડતી કરી હતી જાકે દિપીકાબેને ત્યાંથી જતા રહેલા નિમેષે પીછો કરી દિકરીને પરેશાન કરતા દિપીકાબેનના બનેવી સાથે ઝઘડો કર્યો હતો. છેવટે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે નિમેષની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.