કુદરત વારંવાર કરવટ બદલતા જગતનો તાત હેરાન પરેશાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/jeet-1024x768.jpg)
ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસર વર્તાતા વારંવાર વાતાવરણમાં પલ્ટો આવતા વાઈરલ બિમારીઓનું પ્રમાણ વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સાંજે વાતાવરણમાં એકા-એક પલ્ટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધેરાયા બાદ મેધરાજાની ધીમી ગતિએ પધરામણી થઈ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી.તેજ ગતિએ પવન ફુંકાતા ખેડુતોનો તૈયાર થયેલ પાક જમીનદોસ્ત બનતા ખેડુતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી