Western Times News

Gujarati News

હનીમૂન ઉપર જવા અંગેના ઝગડામાં પત્નીએ દુનિયા છોડી

સુરત: સુરત શહેરના ગોડાદરા ખાતે રહેતા પતિએ થોડા દિવસ પહેલાં થયેલા લગ્ન બાદ પત્નીને હનીમૂન પર અને ફરવા જવાની ના પડતા પરિણીતાએ આ મામલે રિસાઈ અને આવેશમાં આવીને આપઘાત કરી લીધો. લગ્નના ૨૫ દિવસમાં પરિણીતાએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાઉ થઇ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

સુરતમાં સતત આપઘત ઘટના સામે આવી રહી છે. તેમાં પણ પતિ પત્નીના સામાન્ય ઝગડામાં પરિણીતાએ એવું પગલું ભર્યુ કે જેને લઈને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. બનાવની વિગતો એવી છે મૂળ યુપીના રાયબરેલીના વતની અને હાલ ગોડાદરા લક્ષ્મણ નગરમાં રહેતો દેવેન્દ્ર દિક્ષિત મોડલિંગ પ્રિન્ટીંગનું કામ કરે છે. ૨૫ દિવસ પહેલા જ દેવેન્દ્રના રૂપાલી સાથે યુપીના રાયબરેલીમાં લગ્ન થયા હતા. દેવેન્દ્ર થોડા દિવસ પહેલા જ સુરત આવ્યો હતો.

નવા નવા લગ્ન થયા હોવાથી ગઈકાલે સવારે રૂપાલીએ પતિ દેવેન્દ્રને હનીમૂન પર ફરજ જવાની વાત કરી હતી જાેકે પરંતુ પતિ દેવેન્દ્રએ હાલમાં કોરોનાને કારણે વાતાવરણ સારુ નહીં હોવાનું કહી રૂપાલીને ફરવા જવાની ના પાડી હતી. જાેકે બીજી બાજુ કોરોના લઇને વેપાર ઉધોગમાં જે સ્થતિ છે તેને લઈને આર્થિક પરિસ્થિતિ પર ખરાબ હોવાનું કહેતા પતિ પત્ની વચ્ચે આ બાબતે થોડી બોલાચાલી પણ થઇ હતી જેના કારણે રીસાઇ ગયેલી રૂપાલીએ ઘરના પહેલા માળે રૂમમાં સૂઇ જવા માટે જવાનું કહી ગઈ હતી. દરમિયાન દોઢેક કલાક બાદ ઘરમાં પાવર ચાલ્યો જતા દેવેન્દ્ર પત્ની રૂપાલીને ઉઠાડવા માટે ગયો હતો.

રૂપાલીએ દરવાજાે નહીં ખોલતા દેવેન્દ્ર ચિંતામાં મુકાઇ ગયો હતો. દેવેન્દ્રએ બારીમાંથી જાેતા પત્ની રૂપાલી છત પરના પંખાની હુંક સાથે કપડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

પતિ દેવેન્દ્રએ ગોડાદરા પોલીસને જાણ કરતા પોલીસે તાતકાલિક બનાવ વળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી. નવવધૂની હાથોની મહેંદીનો રંગ ઉતર્યો નહોતો તેણે સાંસારિક જીવનમાં ડગ જ મૂક્યો હતો અને આવી રીતે હતાશ થઈને જે પગલું ભરી લીધું તે કોરોના કાળમાં નાસીપાસ થઈ રહેલા સમાજાના એક તબક્કાની માનસિકતાનું પણ પ્રતિબિંબ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.