રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨૦ કોરોનાના કેસ નોંધાયા

Files Photo
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસની સંખ્યા ૧ હજારની આસપાસ પહોંચી ગઈ છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે અને સાજા થતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૩,૩૯૮ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ ૭,૮૨,૩૭૪ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે ૯૬.૦૭ ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૨૨,૧૧૦ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૪૧૨ લોકો વેન્ટિલેટર પર છે અને ૨૧,૬૯૮ લોકો સ્ટેબલ છે. જાે કે, રાજ્યમાં કુલ ૭,૮૨,૩૭૪ લોકો ડિસ્ચાર્જ થયા છે. ૯,૯૦૬ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશનમાં ૧, વડોદરા કોર્પોરેશનમાં ૧ અને જામનગર કોર્પોરેશનમાં ૧ દર્દીનું મોત થયું છે.
આ ઉપરાંત વડોદરામાં ૧, સુરતમાં ૨, ખેડામાં ૧, ભાવનગરમાં ૧, સાબરકાંઠામાં ૧, જામનગરમાં ૧, દેવભૂમિ દ્વારકામાં ૧ અને નર્મદામાં ૧ દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૬ દર્દીઓના મોત થયા છે.