Western Times News

Gujarati News

દિલ્હીમાં બજાર અને મોલ ખુલશે,૫૦ ટકા ક્ષમતા સાથે મેટ્રો દોડાવવાની જાહેરાત

Files Photo

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોવિડ ૧૯ના કેસ ઓછા થતાં આગામી અઠવાડિયાથી રાજધાનીમાં લગાવેલા લોકડાઉન વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. પોતાની પત્રકાર પરિષદમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી જરૂરી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર હવે ૧ ટકાથી ઓછો છે. એટલે કે સ્થિતિ ખૂબ કંટ્રોલમાં છે. એટલા માટે ધીમે ધીમે ઘણું બધુ ખોલવામાં આવી રહ્યું છે.

તાજા આદેશ અનુસાર હવે દિલ્હીના બજારોને, મોલને ઓડ ઇવન બેસિસ પર ખોલવામાં આવી રહ્યા છે. તેના ટાઇમિંગનો સમય સવારે ૧૦ થી ૮ વાગ્યા સુધી રહેશે. તો બીજી તરફ સરકારી ઓફિસો પણ ખોલવામાં આવી રહી છે. જ્યાં કર્મચારી ૫૦ ટકા હાજરી સાથે કામ કરી શકશે. તો બીજી તરફ ૫૦ ટકા ક્ષમતા સાથે દિલ્હી મેટ્રો ચાલુ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇ કોમર્સ દ્વારા પણ આપૂર્તિ ચાલુ રહેશે.

ગત અઠવાડિયે સરકારે દિલ્હીમાં તબક્કાવાર રીતે અનલોકની પ્રક્રિયા શરૂ કરતાં ઉત્પાદન અને બાંધકામ પ્રવૃત્તિઓની અનુમતિ આપી હતી. દિલ્હીમાં લોકડાઉન ૧૯ એપ્રિલને લગાવવામાં આવ્યું હતું.

સીએમએ કહ્યું કે કોરોનાની ત્રીજે લહેર વિશે પણ વાત કરી રહ્યા છીએ કે અમે તેની તૈયારીમાં લાગી ગયા છીએ. દિલ્હી સરકારે શુક્રવારે આ વિષયમાં ૬ કલાક સુધી ૨ અલગ-અલગ બેઠક આયોજિત કરી છે જેમાં મહત્વપૂર્ણ રણનીતિ બનાવવામાં આવી છે. આ વખતે કોરોનાની પીક આવી હતી એક દિવસમાં લગભગ ૨૮ હજાર કેસ સામે આવ્યા હતા. આગામી પીક જાે આવશે તો ૩૭ હજાર માનીને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.