Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૫ જૂનથી શરૂ થનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ

રાજકોટ: સમગ્ર રાજય માં હવે કોરોનાના કેસ ઘટતા જાેવા મળી રહ્યા છે .તેમ છતાં અનેક પરીક્ષાઓ રદ થતી જાેવા મળી રહી છે . હાલ માં જ ગુજરાતમાં બોર્ડની ધોરણ ૧૨ની બોર્ડની પરિક્ષા રદ કરવામાં આવી છે . રાજય સરકાર ના આ ર્નિણય પછી સૌરાષ્ર્ટ્ર યુનિવર્સિટીમાં ૧૫ જૂનથી ચાલુ થનારી ૩૦ પરીક્ષાઓ હવે મોકૂફ રાખવામાં આવી છે . પરિક્ષાની નવી તારીખો ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે તેવું યુનિવર્સિટીના સત્તાધીશો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ર્ટ્ર યુનિવર્સિટી દ્રારા બીએસસી સેમ- ૬, એમએસસી સેમ્‌- ૪, બીએસસી સેમ- ૬, પીજીડીએમસી સેમ- ૮, એમબીએ સેમ-૪, બીએસસી સેમ- ૪, બીએ સેમ- ૪, બીએસડબલ્યુ સેમ- ૬, એમએસડબલ્યુ સેમ- ૪, એમએ સેમ્‌ -૪ સહિત ૩૦ પરિક્ષાઓ ૧૫ જૂને ચાલુ થવાની હતી .આ તમામને લઈને બેઠક વ્યવસ્થા સહિતના તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. પરંતુ શુક્રવારે મોડી રાત્રે જાહેર થયેલાં પરિપત્રને અનુસરતા આ પરિક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે . સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાને ઓનલાઇન લેવી કે નહિ તે અંગેનો ર્નિણય યુનિ.સિન્ડીકેટ મેમ્બરો ડીન સાથે બેઠક બાદ લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.