જામનગર નાઘેડી નજીક ગમખ્વાર અકસ્માત, ૨ નાં મોત, ૪ ઈજાગ્રસ્ત
જામનગર: જામનગર ખંભાળિયા હાઈવે પર નાઘેડી ગામના પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ટ્રક ચાલકે કારને ટક્કર મારતા ઘટના સ્થળે બે લોકોના મોત થયા હતા. તો ૪ લોકો ઈજાગ્રસ્ત અને અન્ય ૧ વ્યક્તિની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે વરસીની વિધીમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.. જાે કે ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક મળી રહેલ માહિતી અનુસાર, જામનગરનો એક પરિવાર જામનગરથી વરસીની વિધિમાં આમરા ગામે બોલેરોમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે આ પરિવારને અકસ્માત નડ્યો છે, ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા સ્થળ પર ૨ લોકોના મોત થયા છે, જયારે ૪ ઈજાગ્રસ્ત પૈકી ૧ ની હાલત ગંભીર હોય તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પોલીસ સ્થળ પર પહોચી છે અને વધુ તપાસ કરી રહી છે.