Western Times News

Gujarati News

ટ્રાન્સપોર્ટ વાળા હડતાળ પર ઉતરતા રેશનિંગના દુકાનદારો અને ગ્રાહકો પરેશાન

અમદાવાદ: રેશનિંગની દુકાનો અને પુરવઠાના ગોડાઉનમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના માલસામાન પહોચાડાતા ટ્રાન્સપોર્ટરો છેલ્લા ચારેક દિવસથી હડળતા પર ઉતરી જતાં જાહેર વિતરણની વ્યવસ્થા ખોરવાઈ છે. ટ્રાન્સપોર્ટરોને જીપીએસ સિસ્ટમ ચાલુ ન હોવા ખામી હોવા સહિતની બાબતે પુરવઠા નિગમે અમદાવાદના ટ્રાન્સપોર્ટરોને આશરે પ૧ લાખનો દંડ ફટકારતા તેનો વિરોધ જાેવા મળી રહ્યો છે.
રેશનિંગની દુકાનોમાં ચાલુ માસનો અનાજનો પુરવઠો હજુ સુધી પહોંચ્યો ન હોવાથી દુકાનદારો પરેશાન છે. અને બીજી બાજુ ગ્રાહકો ધક્કા ખાઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોની હડતાળને લઈને આ અવ્યવસ્થા સર્જાઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા અનુસાર ગુજરાતભરના ટ્રાન્સપોર્ટરોને જીપીએસ સિસ્ટમ બાબતેે દંડવામાં આવી રહ્યા છે.

જેમાં ફક્ત અમદાવાદની વાત કરીએ તો ફેબ્રુઆરી માસમાં ર૦ લાખનો દૃંડ ફટકારાયો હતો. હવે માર્ચ માસની આશરે ર૭ લાખ રૂપિયાનો દંડ ફકારવામા આવ્યો છે. જે યોગ્ય નથી. જીપીએસ સિસ્ટમ કેટલીક ખામીનેે કારણે બધ રહે છે. અંતરિયાળ વિસ્તાર કે ભોંયરામાં જીપીએસ સિસ્ટમ કામ ન કરે આ સિવાયના પણ અનેક ટેકનિકલ મુદ્દાઓ છે જેના કારણે જીપીએસ સિસ્ટમ ચાલુ થતી નથી. આ માટે ટ્રાન્સપોર્ટરોને દંડવામાં આવે તે યોગ્ય નહોવાનું તેઓને કહેવુ છે.

આ મામલે વિરોધ નોંધાવવા રેશનિંગની દુકાનોમાં માલ પહોંચાડતા રાજ્યભરના ટ્રાન્સપોર્ટરો એકસાથે હડતાળ પર ઉતરી ગયા છે. આ અંગે રેશનિંગની દુકાનદારોના જણાવ્યા અનુસાર હાલમાં માલ ન હોવાથી ગ્રાહકો પાછા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી યોજના હેઠળ મફત અનાજ આપવાની અને રૂટીન અનાજ આપવાની આખી કામગીરી ખોરંભાઈ પડી છે. રાજ્યના લાખ્ખો કાર્ડધારકોના હિતમાં યોગ્ય ર્નિણય લેવાવો જાેઈએ અને હડતાળ સમેટાવી જાેઈએ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.