અમદાવાદ ડિવિઝન ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”નું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક શ્રી દીપકકુમાર ઝા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે અને અધિકારીઓ તથા કર્મચારીઓએ મંડળ કાર્યાલય સંકુલમાં રેલવેની જમીન પર વૃક્ષો વાવીને પ્રકૃતિને હરિયાળી રાખવાનો સંકલ્પ કર્યો હતો.
વરિષ્ઠ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થાપન વ્યવસ્થાપક શ્રી ફ્રેડરિક પેરિયતે માહિતી આપી હતી કે, લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે અમદાવાદ સ્ટેશનને લીલું અને સુંદર બનાવવા યંગ ઇન્ડિયન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાલુપુર બાજુ ‘ગ્રીન વોલ’ બનાવવામાં આવી છે, ઉપરાંત ફૂલોની સુગંધ અને સુંદરતા મુસાફરોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.
ડિવાઇડરને લીલો બનાવવા માટે ફૂલ છોડ પણ રોપવામાં આવ્યા છે. ગ્રીન રેલવે સ્ટેશન અને નેટ ઝીરો બિલ્ડિંગ ખાતે પર્યાવરણીય સંસ્થા ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના સહયોગથી કેબિનેટરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી સમીર સિંહા, અધ્યક્ષ શ્રી જયેશ હરિયાણી અને પ્રિન્સિપલ કાઉન્સેલર CII IGBC શ્રી એસ કાર્તિકેયન અને ડીઆરએમ શ્રી દીપક કુમાર ઝાએ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મંડળ સ્તરે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રીનપેચ, રેલવે કર્મચારીઓ માટે સ્લોગન્સ, જિંગલ્સ અને બાળકો માટે ડ્રોઇંગ સ્પર્ધાનો સમાવેશ થાય છે.
મંડળના ભુજ, ગાંધીધામ, પાલનપુર, અમદાવાદ અને મંડળના મહેસાણા સ્ટેશન તથા વટવા અને સાબરમતી ડીઝલ શેડ સહિત અને કાંકરિયા કોચિંગ ડેપોમાં કર્મચારીઓએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્ટોલ વિક્રેતાઓ અને મુસાફરોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વધતા જોખમ વિશે સંવેદનશીલ બનાવવા માટે સ્ટેશનો પર કાપડની થેલીઓ વહેંચવામાં આવી હતી.