ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૯૬ કેસ
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસની સંખ્યા ૧ હજારથી નીચે પહોંચી ગઈ છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે અને સાજા થતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૯૬ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૩,૦૦૪ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૭,૮૫,૩૭૮ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.
જાે કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે ૯૬.૦૭ ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૨૦,૦૮૭ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૩૮૨ લોકો વેન્ટિલેટર પર છે અને ૧૯,૭૦૫ લોકો સ્ટેબલ છે. જાે કે, રાજ્યમાં કુલ ૭,૮૫,૩૭૮ લોકો ડિસ્ચાર્જ થયા છે. ૯,૯૨૧ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશનમાં ૧, વડોદરા કોર્પોરેશનમાં ૧, જામનગર કોર્પોરેશનમાં ૧ અને ભાવનગર કોર્પોરેશનમાં ૧ દર્દીનું મોત થયું છે.
આ ઉપરાંત વડોદરામાં ૧, સુરતમાં ૨, રાજકોટમાં ૧, અમરેલીમાં ૧, સાબરકાંઠામાં ૧, અને નર્મદામાં ૧ દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૫ દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કોવિડ વેક્સીન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં ૨,૬૩,૫૦૭ યુવાનોએ વેક્સીન લીધી છે.