અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહી દેહ વેપાર કરતી કેન્યાની મહીલા ઝડપાઈ
ર૦૧૭માં ટુરીસ્ટ વિઝા પર આવી હતી : દિલ્હીથી નકલી વિઝા કરાવ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં દરોડો પાડીને ક્રાઈમબ્રાંચની ટીમે કેન્યાની એક મહીલાને ઝડપી લીધી છે આ મહીલા છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહીને દેહવિક્રય કરતી હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટની ટીમને એક મહીલા જુના વાડજમાં આવેલા આકાંક્ષા કોમ્પલેક્ષમાં આવેલી રેડ એપલ હોટલમાં નકલી વિઝા સાથે રોકાયેલી હોવાની બાતમી મળી હતી જેના આધારે તેમની ટીમે મહીલા કોન્સ્ટેબલને સાથે રાખી રેડ એપલ હોટલમાં દરોડો પાડતા રૂમ નં. દસમાંથી કન્યા નેરોબીની કિમોન્ડો નામની મહીલા મળી આવી હતી
જેના વિઝા તથા પાસપોર્ટ શંકાસ્પદ જણાતા તેની અટક કરીને હ્લઇઇર્ં(ફોરેન રીજનલ રજીસ્ટ્રેશન ઓફીસ) પાંજરાપોળ ખાતે તેની માહીતી મોકલવામાં આવતા તેણે વિઝા ખોટા નામે લીધા હોવાનું બહાર આવ્યું હતું જેમાં પાસપોર્ટમાં ર માર્ચે અમદાવાદ આવી અને ર૧ ઓગસ્ટ સુધીના વિઝા હતા.
માહીતી બાદ કિમોન્ડોની કડક પુછપરછ કરાતા તે પોતે વર્ષ ર૦૧૭માં ઈ-ટુરીસ્ટ વિઝા ઉપર ભારતમાં આવી હતી બાદમાં પાંચ વર્ષથી અલગ અલગ સ્થળે ગેરકાયદેસર રહેતી હતી અને ઈન્ટરનેટના માધ્યમથી દેહવેપાર કરતી હોવાનું કબુલ્યું હતું. ક્રાઈમબ્રાંચે તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અત્રે નોંધનીય છે કે ઈ-ટુરિસ્ટ વિઝા ફકત ૧ મહીનાના પુરતા જ હોય છે. વધુમાં કિમોન્ડોએ આ નકલી વિઝા દિલ્હીથી કરાવ્યા હોવાનું જણાવતા એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.