નેહા કક્કડે લગ્ન બાદ પહેલો જન્મદિન પતિ સાથે ઉજવ્યો
મુંબઈ: સિંગર નેહા કક્કડે ૬ જૂને ૩૩મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બાદ નેહાનો આ પહેલો જન્મદિવસ છે. ત્યારે રોહનપ્રીતે પત્નીને લાડ લડાવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. બર્થ ડેની આગલી રાત્રે કેક લાવવાથી માંડીને બીજા દિવસે સવારે સ્પેશિયલ બ્રેકફાસ્ટ અને ખાસ લેટર આપીને રોહનપ્રીતે નેહાનો બર્થ ડે યાદગાર બનાવ્યો છે. પત્નીના બર્થ ડે પર રોહનપ્રીત સિંહે તેની સાથેની તસવીર શેર કરતાં એક રોમેન્ટિક નોટ લખી છે. રોહનપ્રીતે લખ્યું, મારા પ્રેમ, મારી રાણી અને ધ નેહા કક્કડ. આજે તારો બર્થ ડે છે. મારે કહેવું છે કે, અત્યાર સુધી મેં તમારું જેટલું ધ્યાન રાખ્યું છે
તેનાથી ઘણું વધારે આવનારા દરેક દિવસે રાખીશ. તમે મને દરેક પ્રકારે ખૂબ પસંદ છો. હું તમને વચન આપું છું કે, તમને બધી જ ખુશીઓ આપીશ. તમારો પતિ બનીને ગર્વ થાય છે. આપણી જિંદગીની દરેક ઘડીએ તમને પ્રેમ કરીશ. હેપી બર્થ ડે માય લવ. મને આશા છે કે જ્યારે તમે આ વાંચશો ત્યારે ચહેરા પર સ્માઈલ આવી જશે. તમને મારી બાજુમાં જાેઉં છું ત્યારે લાગે છે કે ઈશ્વરના આશીર્વાદ છે. તમે હંમેશા માટે મારા છો. ભગવાનની કૃપા તારા પર હંમેશા રહે મારી નેહુ, મારી ક્વિન. રોહનપ્રીતની આ પોસ્ટે નેહાને ખુશી ચોક્કસ આપી હશે. પરંતુ રોહનપ્રીતે સ્પેશિયલ બ્રેકફાસ્ટ અને લેટર આપીને નેહાના બર્થ ડેની શરૂઆત ધમાકેદાર રીતે કરાવી છે.
નેહાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો શેર કરીને બતાવ્યું છે કે, તેનો આજના દિવસનો બ્રેકફાસ્ટ કેવો લાગે છે. વિડીયોમાં રોહનપ્રીત એક મોટું બાસ્કેટ લઈને ઊભેલો જાેવા મળે છે. જેમાં ખાવાપીવાની વિવિધ વસ્તુઓ છે. આ જાેઈને તો એવું જ લાગે છે કે, આમાં બધી જ નેહાની ભાવતી વસ્તુઓ હશે. સાથે જ રોહન કહે છે કે, નેહા માટે એક ખાસ લેટર પણ છે.
વ્હાઈટ રિબિન બાંધેલો એક લેટર રોહનપ્રીત નેહાને આપે છે. આ દરમિયાન નેહા પતિના વખાણ કરતાં નેહા કહે છે કે, તે ખૂબ ક્યૂટ છે. સાથે જ રોહનપ્રીતને ‘આઈ લવ યુ’ પણ કહે છે. આ પહેલા રોહનપ્રીતે નેહાના મીડ નાઈટ બર્થ ડે સેલિબ્રેશનની ઝલક પણ બતાવી હતી. આ તસવીરમાં સુંદર કેક, બુકે અને ‘નેહુ’ લખેલા બલૂન દેખાઈ રહ્યા છે. રોહનપ્રીતે લગ્ન બાદનો નેહાનો પહેલો બર્થ ડે યાદગાર બનાવામાં કોઈ કચાશ નથી રાખી તે સ્પષ્ટ થાય છે.